હું એકદમ પ્રાઇવેટ પર્સન છુંઃ પ્રાચી દેસાઈ

અભિનેત્રી પ્રાચી દેસાઈની ફિલ્મ ‘રોકઓન-૨’ થોડા સમય પહેલાં રિલીઝ થઇ. તે ઘણી ઓછી ફિલ્મો કરી રહી છે તેનું કારણ જણાવતાં તે કહે છે કે હું ચુઝી છું. કોઇ પણ ફિલ્મને કરી જ લેવી છે તેમ વિચારીને હું ફિલ્મ કરતી નથી. હવે હું એક જેવી ભૂમિકાઓ કરવા ઇચ્છતી નથી. અમારા જેવી આઉટસાઇડર્સે વારંવાર પોતાની જાતને સાબિત કરવી પડે છે. જે કામ અમને મળે છે તેમાં જ અમારા લાયક કામ શોધવું પડે છે. હું જે ફિલ્મો કરી ચૂકી છું એ જ હિસાબે હવે લોકો મને જુએ છે.

ઇન્ડસ્ટ્રીમાં આટલાં વર્ષમાં શો અનુભવ મેળવ્યો તે અંગે વાત કરતાં તે કહે છે કે અહીં માત્ર એક્ટિંગ જ તમારા માટે બધું નથી. તમારે થોડી બીજી વસ્તુઓ પણ કરવી પડે છે. આ વાત મને થોડી મોડી સમજાઇ. પહેલાં હું સમજતી હતી કે અભિનય જ અહીં બધું છે, પરંતુ એવું નથી. અહીં ઘણા એવા કલાકાર છે કે જે પર્ફોર્મન્સ કરી શકતા નથી, છતાં પણ ઇન્ડસ્ટ્રીમાં ટકેલા છે. હું ખૂબ જ પ્રાઇવેટ પર્સન છું અને અભિનયમાં વિશ્વાસ રાખું છું. લાઇમલાઇટમાં આવવા હું કંઇ પણ ન કરી શકું. પોતાના શોખ વિશે જણાવતાં પ્રાચી કહે છે કે મને ટ્રાવેલિંગ પસંદ છે. હું સ્પોર્ટ્સમાં સમય વીતાવું છું. મને ડાન્સ કરવો ગમે છે. હું ડાન્સ શીખવા ઇચ્છું છું. મને ગીત ગાવાની પણ ઇચ્છા છે. મોકો મળશે તો હું જરૂર ગીત ગાઇશ.

home

You might also like