નવી હુન્ડાઇ ટ્યૂસોનની ટેસ્ટિંગ શરૂ, પહેલી વખત કેમેરા સામે થઇ કેદ

હુન્ડાઇ ત્રીજી જનરેશનની ટ્યૂસોન એસયૂવીને ભારતીય બજારમાં ઉતારવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. આવાનારા થોડાક મહિનામાં આ કારને લોન્ચ કરવામાં આવશે. નવી ટ્યૂસોન કરાનું ટેસ્ટિંગ શરૂ થઇ ગયું છે અને પહેલી વખત કાર ટેસ્ટની ઝલક કેમેરા સામે કેદ થઇ ગઇ છે.

નવી ટ્યૂસોનને ફેબ્રુઆરીમાં થયેલા એડિશનમાં ઓટો એક્સપો 2016માં પણ રજૂ કરવામાં આવી હતી. ટ્યૂશનને સૌથી પહેલા વર્ષ 2005માં ભારતમાં ઉતારવામાં આવી હતી. પાંચ વર્ષ પછી 2010માં તેનું વેચાણ બંધ કરી દીધું હતું.

નવી ટ્યૂસનમે ભારતમાં એસેમ્બલ કરીને વેચવામાં આવશે. આ એસયૂવીની હરિફાઇ હોન્ડાની સીઆરવી અને સ્કોડા યેતી સાથે થશે. આ કારની કિંમત આશરે 17 18 લાખ રૂપિયાની હોઇ શકે છે.

ટ્યૂસોનને હુન્ડાઇને ફ્લ્યૂડિક સ્કલ્પચર 2.0 ડિઝાઇમ થીમ ઉપર તૈયાર કરવામાં આવી છે. ટ્યૂસોનનું એન્જીનની વાત કરીએ તો આ કારમાં 2.0 લીટરનું સીઆરડીઆઇ એન્જીન આપવામાં આવી શકે છે જે 136 બીએચપીની પાવર અને 373 એનએમ ટોર્ક આપશે. આની સાથે જ 1.6 લીટરનું સીઆરડીઆઇ એન્જીનનું ઓપ્શન પણ મળી શકે છે જે 128 બીએચપીની પાવર અને 260 એનએમ ટાર્ક આપશે.

You might also like