દિવાળી પર Hyundai Santro થશે લોન્ચ, નવા પ્લાન્ટની પણ છે તૈયારી

હુન્ડાઇ મોટર ઇન્ડિયા ભારતમાં પોતાની નવી સેન્ટ્રો કાર આ દિવાળી પહેલા લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ વખતે દિવાળી 7 નવેમ્બરના રોજ છે. આવામાં પોતાના વેચાણમાં વધારો કરવા માટે કંપની નવી સેન્ટ્રો કાર દિવાળી પર લોન્ચ કરવા જઇ રહી છે. કંપનીના કહેવા અનુસાર દરેક લોકો તહેવાર પર જ નવી કાર ખરીદવાનું પસંદ કરતા હોય છે.

એક મળતા અહેવાલ મુજબ કંપની નવી સેન્ટ્રો કારની કિંમત 4 લાખ રૂપિયાની આસપાસ રાખી શકે છે. જો કે કંપનીએ નવી સેન્ટ્રાકારની કિંમતને લઇને કોઇ જાણકારી આપી નથી. જ્યારે એન્જિનની વાત કરીએ તો તેમાં 1.0 લીટર, 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવશે જે 69 પીએસ પાવરનું હશે.

જેમાં 5 સ્પીડ મેન્યુઅલ અને એએમટીનો વિકલ્પ પણ આપવામાં આવશે. નવી જનરેશન સેન્ટ્રોમાં ટોલ-બ્વોય સ્ટેન્સ રાખવામાં આવશે. હુન્ડાઇ મોટર ઇન્ડિયાના એમડી અને સીઇઓ વાઇકે કૂએ જણાવ્યું કે ચેન્નાઇ પ્લાન સ્થિત ફેકટરીની ઉત્પાદન ક્ષમતા અંદાજે 7.2 વાર્ષિક છે જે આ વર્ષે વધીને 7.5 લાખ કરી નાંખવામાં આવશે.

જો કે અહી સ્થિત યુનિટની ક્ષમતા આના કરતા વધારી શકાય તેમ નથી. જો કે તેમણે સંકેત આપતા જણાવ્યું કે કંપની પોતાનો બીજો પ્લાન દેશમાં કોઇપણ જગ્યાએ લગાવે તો જ ઉત્પાદનમાં ફાયદો થઇ શકે તેમ છે.

કસ્ટમર્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખતા કંપની નવી કારમાં AMT ટ્રાન્સમિશન લગાવશે જેના કારણે હેવી ટ્રાફિકમાં AMT ટ્રાન્સમિશન ઘણું ઉપયોગી સાબિત થશે. ટાટા, મારૂતિ, રેનો અને નિશાન સહિત ઘણી મોટી કંપનીઓ દ્વારા પોતાની કારમાં AMTની સુવિધા આપવામાં આવી રહી છે.

You might also like