Hyundaiની નવી કોમ્પેક્ટ SUV મે મહિનામાં થઇ શકે છે લોન્ચ

હુંડાઇ મોટર ઇન્ડિયાએ પોતાની અપકમિંગ કોમ્પેક્ટ SUV Styxનો નવું ટીઝર રજૂ કર્યું હતું. હુંડાઇ સ્ટાઇક્સ ગત વર્ષે શોકેસ કરેલ કારલિનો કોન્સેપ્ટ બેઝડ હશે. આશા છે કે આ કાર આ વર્ષના અંત સુધીમાં ભારતીય માર્કેટમાં જોવા મળશે. ભારતીય માર્કેટમાં લોન્ચ કર્યા બાદ Styxને કંપનીના ભારતીય પ્રોડક્ટ લાઇનઅપમાં પોપ્યુલર SUV ક્રીએટાની નીચે જગ્યા આપવામાં આવી છે.

કોરિયન કાર મેકર તરફથી આ ભારતની પહેલી કોમ્પેક્ટ SUV હશે. Hyndai Styxના કેટલાક એલિમેન્ટસ Creta સાથે મળતાં આવે છે. જેમાં ક્રિએટાની જેમ બોડી પેનલ, શાર્પ ક્રીઝ અને તેના જેવો જ ફ્રંટ લૂક જોવા મળશે. આ સાથે અહીંયા હુંડાઇના સિગ્નેચર હેકસાગોનલ ફ્રંટ ગ્રિલ અને ક્રિએટાની જેમ ગેટ ડિઝાઇન જોવા મળશે.

Hyundai Styxમાં 16 ઇંચ કટ ડુઅલ-ટોન અલોય વ્હીલ્સ, 8-ઇંચ ટચ સ્ક્રીન ઇન્ટરનેટ સીસ્ટમ, વેટિલેટેડ ફ્રન્ટ સીટ (સેગમેન્ટ ફર્સ્ટ) અને ઇલેકટ્રીક સનરૂફ, EBDની સાતે ABS, હિલ હોલ્ડ, હિલ અસિસ્ટ, 7-એરબેગ્સ અને એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટો સપોર્ટની સાતે સ્માર્ટફોન કનેકટિવિટી જેવા ફિચર્સ આપવામાં આવી શકે છે.

You might also like