હ્યુંડઇએ ભારતમાં પૂરા કર્યા 20 વર્ષ, લોન્ચ કરી i10ની સ્પેશિયલ એડિશન

728_90

નવી દિલ્હી: હ્યુંડઇ મોટર્સે ભારતમાં પોતાના 20 વર્ષ પુરા થતાં પોતાની ચર્ચિત કાર ગ્રાંડ આઇ10ની સ્પેશિયલ એડિશન લોન્ચ કરી છે. હ્યુંડઇએ ગ્રાંડ આઇ10ની જે સ્પેશિયલ એડિશન લોન્ચ કરી છે. તેમાં કંપનીએ ઘણા ફિચર્સ પણ સામેલ કર્યા છે. હ્યુંડઇએ આ કારને પેટ્રોલ અને ડીઝલ બંને એડિશનમાં લોન્ચ કરી છે. સ્પેશિયલ એડિશનના સોલિડ અને મેટેલિક વર્જન લોન્ચ કર્યું છે જેમાં મેટેલિક થોડી મોંધી છે. પેટ્રોલ વર્જનમાં આ કારની શરૂઆતી કિંમત 5 લાખ 69 હજાર રૂપિયા છે જ્યારે ડીઝલમાં શરૂઆતી કિંમત 73 હજાર રૂપિયા છે.

આ સ્પેશિયલ એડિશન સ્પોર્ટ્સ થીમ પર આધારિત છે જે પહેલાંથી ઉપલબ્ધ મોડલની તુલનામાં વધુ આકર્ષક તથા લોભામણી છે. તેને પેટ્રોલ અને ડિઝલ બંને મોડલમાં લોન્ચ કરવામાં આવ્યા છે. તેમાં રેડ અને બ્લેક ઇન્ટીરિયર્સ, રિયર સ્પોઇલર, બી પિલર માટે બ્લેક આઉટ અને સાઇડ બોડી ગ્રાફિક્સ આપવામાં આવ્યા છે.

આ કારમાં પેટ્રોલ મોડલમાં 1.2 લીટર કાપા ડ્યૂલ વીટીવીટી, 4 પોડ એન્જીન લાગેલું છે. જ્યારે ડિઝલ મોડલમાં 1.1 લીટર 2 સીઆરડીઆઇ એન્જીન લાગેલું છે. બંને વેરિએન્ટમાં સ્ટાડર્ડ 5 સ્પીડ મેન્યુઅલ ઉપરાંત પેટ્રોલ વેરિએંટમાં 4 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ લગાવ્યું છે.

તેમાં રિયર માઉન્ટેડ સ્પોઇલરની સાથે બ્રેક લાઇટ, રેડ ડેકલ્સ, પાછળની તરફ 20મી એનિવર્સરીનો બેઝ, સ્ટાઇલિશ હબકેપ્સ વગેરે કેટલાક નવા ફિચર્સ એડ કર્યા છે. ઇન્ટીરિયરની વાત કરીએ તો તેમાં રેડ બ્લેક ડ્યૂઅલ કલર સ્કીમ કોમ્બિનેશનની સાથે 6.2 ઇંચ ટચસ્ક્રિન ઇંફોટેન્મેંટ સિસ્ટમ મળશે. સાથે જ સ્ટિયરિંગ માઉન્ટેડ કન્ટ્રોલ્સ પણ આપવામાં આવ્યા છે.

You might also like
728_90