Hyundaiની કાર પર અપાઇ રહ્યું છે રૂ.90,000 સુધીનું ડિસ્કાઉન્ટ, આપની ફેવરિટ ગાડી પણ છે શામેલ

દેશમાં બસ હવે થોડાંક જ દિવસોમાં તહેવારોનો માહોલ આવશે. તહેવારો પર ભારતમાં લોકો દિલ ખોલીને ખરીદી કરતા હોય છે. ચાહે કાર લેવી હોય કે ઘરનો કોઇ સામાન જ કેમ ના લેવાનો હોય પરંતુ જ્યારે કંપનીઓ ઓફર લઇને આવે અને ક્યારે આપણે એનો ફાયદો ઉઠાવીએ. હાલમાં અમે વાત કરી રહ્યાં છીએ ઓટોમોબાઇલ સેક્ટરની.

ઓટોમોબાઇલ સેક્ટરમાં પણ કંપનીઓ અનેક કારોને પહેલેથી જ લોન્ચ કરી ચૂકેલ છે જ્યારે કેટલીક નવી નવી ઓફર નિકાળીને લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા ઇચ્છે છે. એવામાં હ્યુન્ડાઇએ પોતાની કારો પર લાખો રૂપિયાનાં ડિસ્કાઉન્ટની જાહેરાત કરી દીધી છે.

તો જો તહેવારો પર હ્યુન્ડાઇની કારને ખરીદવાનું મન બનાવી રહ્યાં છે તો જાણી લો કે કઇ કાર પર આપને કેટલું ડિસ્કાઉન્ટ મળશે.

i10:
હ્યુન્ડાઇએ પોતાની સૌથી વધુ વેચાનારી કાર આઇ-10 પર 75,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. જ્યારે ગ્રાન્ડ આઇ-10નાં પેટ્રોલ વર્ઝન પર 40,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. વાત કરીએ છીએ ગ્રાન્ડ આઇ-10નાં જૂના વર્ઝન પર તમને 50,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહયું છે.

ડીઝલ વેરિયન્ટની વાત કરીએ તોઃ
આ કારનાં અપગ્રેડ ડીઝલ વેરિયન્ટ પર કંપની તરફથી 50,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહેલ છે અને એક્સચેન્જ બોનસનાં રૂપમાં 20,000 રૂપિયા સુધીની છૂટછાટ મળી રહેલ છે. ઉલ્લેખનીય છે કે, કંપનીનાં ગ્રાન્ડ આઇ-10 એરાનાં ડીઝલ વેરિયન્ટ પર કોઇ ઓફર નથી નીકાળેલ.

હ્યુન્ડાઇ એક્સેંટઃ
હ્યુન્ડાઇ એક્સેન્ટ પર કંપની તરફથી 90,000 રૂપિયા સુધીની છૂટછાટ આપવામાં આવી રહેલ છે. આ કાર પર 45,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 40,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 5,000 રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટની સુવિધા પણ મળી રહી છે.

You might also like