21 મેના રોજ આવી રહી છે Hyundai Creta, આ કારને આપશે ટક્કર

હુન્ડાઈ ઈન્ડિયાએ પોતાની રીફ્રેશ્ડ Hyundai Creta SUVને 21 મે 2018ના રોજ લોન્ચ કરશે. આ SUV ટેસ્ટિંગ દરમિયાન અનેક વખત સામે આવી ચૂકી છે. આ નવા મોડલની કિંમત 21 મેના રોજ જાહેર કરાશે. તેનું બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. આ કારની ડિલિવરી મેના અંત સુધીમાં શરૂ થઈ જશે. Hyundai Cretaના ફેસલિફ્ટ અવતારમાં અનેક નવા કોસ્મેટિક અપડેટ જોવા મળશે.

નવી Hyundai Creta માં ક્રોમ યુક્ત હેક્સાગોનલ ફ્રંટ ગ્રિલ મળશે. ફ્રન્ટ બમ્પરમાં નવો ફોગ લેમ્પ, રિયર બમ્પર્સને પણ રી-ડિઝાઈન કરવામાં આવી છે. આ સાથે ટેલલેમ્પ્સમાં પણ થોડો ફેરફાર જોવા મળશે. નવી Hyundai Cretaમાં 17 ઈંચના ડ્યૂલ ટોન અલોય વ્હીલ મળશે.

આ નવી Hyundai Creta કારમાં એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવી ક્રેટામાં પણ 1.4 લીટર ડીઝલ, 1.6 લીટર ડીઝલ અને 1.6 લીટર પેટ્રોલ વર્ઝન મળશે. જેને 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સજ્જ કરવામાં આવ્યું છે.

Hyundai Creta કંપનીની સફળ ગાડીમાંથી એક છે. ત્રણ વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવી હતી અને હવે તેનું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કરવામાં આવી રહ્યું છે. ભારતમાં Jeep Compass, Renault Capture, Tata Hexa અને Mahindra XUV500ને ટક્કર આપશે.

You might also like