હાઈપર લૂપ ટ્રેનનો સફળ ટેસ્ટઃ ૧પ મિનિટમાં દિલ્હીથી આગ્રા પહોંચી શકાશે

નવી દિલ્હી: આગામી થોડા જ સમયમાં લોકોને હાઈપર ટ્રેનમાં મુસાફરી કરવામાં વધુ સારી સુવિધા સાથે અને ઓછા સમયમાં નિયત સ્થળે પહોંચી શકાય તેવી સુવિધા મળતી થઈ જશે. જેમાં હાઈપર લૂપ ટેકનોલોજીની મદદથી લાંબા અંતરની મુસાફરી પણ ઓછા સમયમાં કરી શકાય તેવી સુવિધા મળી શકશે. આવી સુવિધા મળતી થઈ જતા ૧પ મિનિટમાં જ દિલ્હીથી આગ્રા પહોંચી શકાશે.

અમેરિકાની કંપની ટેસ્લા અને સ્પેસ એકસે સાથે મળીને આ નવી ટેકનોલોજીને અપનાવી છે.આ સિસ્ટમમાં હાઈપર લૂપમાં એક સીલની ટયૂબની સિરીઝ આવે છે. જેના આધારે કોઈપણ ઘર્ષણ અને હવાની અડચણ વિના લોકોને એકથી બીજા સ્થળે યાત્રા કરાવી શકે છે. તેમાં ટ્રેન જેવી જ જગ્યા લોકોને મળે છે. જેને ર૦૧રમાં ટેસ્લાના સ્થાપક એલોન મસ્કે તેની કોન્સેપ્ટ રાખી હતી અને ત્યારથી અત્યાર સુધી તેનું કામ ચાલી રહ્યું છે. આ ટ્રેનનુ ટેસ્ટિંગ ર૯ જુલાઈઅ હાઈપર લૂપ વનના પ્રોટોટાઈપ પોડને પ૦૦ મીટર લાંબા ટેસ્ટ ટયૂબમાં છોડવામાં આવ્યું હતું. આ દરમિયાન હાઈપર લૂપ વને લગભગ ૩૦૯ કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી હતી. કંપનીનો દાવો છે કે આ અત્યાર સુધીનું સૌથી ઝડપી હાઈપર લૂપ ટેસ્ટ છે.

પિન્ક ટ્રેન સૌથી વધુ ઊંચાઈ સફર કરનારી પહેલી મેટ્રો બની
દિલ્હીમાં પિંક મેટ્રોએ મેટ્રો નેટવર્કનું નવુ શિખર પાર કર્યું છે. દિલ્હીના ધૌલા કૂવા વિસ્તારમાં પિંક મેટ્રો જ્યાં એરપોર્ટ મેટ્રોની લાઈનને ક્રોસ કરે છે, ત્યાં સૌથી વધુ ઊંચાઈ પરથી પસાર થઈ રહી છે. આ લાઈન પર મેટ્રોની ટ્રાયલની શરૂઆત કરતા પહેલાં એક મેટ્રો ટ્રેન પસાર થઈ હતી, અને આ પિંક ટ્રેન સૌથી વધુ ઊંચાઈ સફર કરનારી પહેલી મેટ્રો બની ગઈ છે. આ લાઈન મેટ્રોની પિંક લાઈનનો હિસ્સો છે, જે મજલિસ પાર્કથી શિવ વિહાર વચ્ચે દોડશે. મેટ્રોની પિંક લાઈન પર ટ્રાયલ શરૂ થવાનું છે. હાલ આ ટ્રાયલ માયાપુરીથી સાઉથ કેમ્પસની વચ્ચે થશે. આ તૈયારી માટે જ એક ટ્રેનને આ લાઈનના ટ્રેક પર ઉતારવામાં આવી હતી. પરંતુ હાલ અહીં ઓવરહેડ ઈલેક્ટ્રિસિટી લાઈનને જોઈન કરવામાં નથી આવી.

પિંક લાઈનની ઊંચાઈ ર૩.૬ મીટર છે
દિલ્હી મેટ્રોના પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ, ધૌલા કૂવા પર પિંક લાઈનની ઊંચાઈ ર૩.૬ મીટર છે, જે દિલ્હી મેટ્રોના હાલના નેટવર્કમાં સૌથી વધારે છે. આ પહેલા કડકડડૂમાની પાસે મેટ્રોની ઊંચાઈ સૌથી વધુ હતી, જ્યાં ૧૯ મીટર ઊંચા બ્રિજથી થઈને મેટ્રો પસાર થાય છે. ધૌલા કૂવા પર મેટ્રો સાત માળની કોઈ ઈમારતને બરાબર ઊંચાઈ પર દોડશે. આટલી ઊંચાઈ પર મેટ્રો લાઈનનું નિર્માણ એન્જિનિયરિંગની દૃષ્ટિએ બહુ જ ચેલેન્જિંગભર્યું હતું, કેમ કે અહીં મેટ્રો લાઈનની નીચે એરપોર્ટ મેટ્રોની લાઈન પણ છે. જે ઓપરેશનલ પણ છે અને આ જગ્યા પર ધૌલા કૂવાનું વ્યસ્ત ફ્લાયઓવર ઈન્ટરસેક્શન પણ છે. મેટ્રોનું નિર્માણ અહીં રાત્રે ૧ર-૦૦ વાગ્યાથી સવારે ૪-૦૦ કલાકની વચ્ચે કરવામાં આવ્યું હતું, જેથી એરપોર્ટની લાઈનનું ઓપરેશનને અસર ન થાય અને નીચે ધૌલા કૂઆના ટ્રાફિકને પણ અસર ન પડે.

You might also like