હૈદરાબાદમાં અનોખી સ્કીમઃ પ્લોટ ખરીદો, મફતમાં ગાય લઈ જાવ

બેંગલુરુ: સમગ્ર દેશમાં ગાયને લઈને લોકો ઈમોશનલ બન્યા છે. ગાયના મુદ્દે તોફાનો શરૂ થયાં છે ત્યારે એક રિયલ એસ્ટેટ કંપનીએ આ મોકાનો લાભ ઉઠાવવાની કોશિશ કરી છે. હૈદરાબાદ પાસે હોલી ટાઉન યાદગીરીગુટ્ટામાં એક યુનિક રિયલ એસ્ટેટ વેન્ચરે સાડા ત્રણ લાખ રૂપિયામાં ૪૦૦ સ્કેવર યાર્ડનો પ્લોટ ખરીદવા પર ૭૦,૦૦૦ રૂપિયાની ગાય ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે.
કંપનીના એક િડરેક્ટર એસ. રામકૃષ્ણએ જણાવ્યું કે જે લોકો ગાયની દેખભાળ રાખી શકતા નથી. કંપની તેમની પાસેથી ગાયને સાત વર્ષની લીઝ પર લઈ લેશે. આ માટે કંપની ગ્રાહકને મહિને ૩,૦૦૦ રૂપિયા આપશે. આ રકમ ગ્રાહકના એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરી દેવાશે.

કંપનીનું કહેવું છે કે ૮૪ મહિના બાદ ગાયને ૫૦,૦૦૦ રૂપિયામાં ખરીદી લેવાશે. આ માટે ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પર લીઝ એગ્રીમેન્ટ કરવામાં આવશે. તે સમયે ગાયને ખરીદવા માટે પણ હસ્તાક્ષર કરવામાં આવશે. રામકૃષ્ણના જણાવ્યા અનુસાર ઘણા લોકો ગાય રાખવા માટે ઈચ્છુક છે, પરંતુ જે લોકો ગાય પોતાના ત્યાં રાખી શકે તેમ નથી, તેઓ તેમની ગાય કંપનીને આપીને પૈસા કમાઈ શકે છે. આ એક વધારાનો લાભ મળશે.

કંપનીએ જણાવ્યું કે એક એચએફ ગાય દિવસમાં ૨૦થી ૨૫ લિટર દૂધ આપે છે. આ રીતે એક ગાયથી દર મહિને ૧૫,૦૦૦ રૂપિયાની આવક થાય છે. કંપની પોતાના પૈસાથી ગાયના માલિકના નામથી દરેક ગાયનો વીમો પણ કરાવે છે. જો કોઈ દુર્ઘટના બને છે તો એવી પરિસ્થિતિમાં ગાયના વીમાના પૈસા ગાય માલિકને મળી જશે. કંપની પાસે ૫૦૦ પ્લોટ અને ૫૦૦ ગાય છે.

You might also like