હૈદરાબાદઃ બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં ભારતનો 208 રને વિજય

હૈદરાબાદ: ભારત વિરૂદ્ધ એકમાત્ર ટેસ્ટ મેચના પાંચમા દિવસે બાંગ્લાદેશને 208 રનથી માત આપી ભારતે એક ટેસ્ટની સિરિઝ પર કબ્ઝો કર્યો છે. ભારતને પ્રથમ ઈનિંગમાં 299 રનની લીડ મળી હતી. અને બીજી ઈનિંગમાં 159 રન બનાવીને 459 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે બાંગ્લાદેશની ટીમ બીજી ઈનિંગમાં 250 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારત તરફથી અશ્વિન અને જાડેજાએ ચાર ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે ઈશાંતે બે વિકેટ ઝડપી હતી.

રવિન્દ્ર જાડેજાએ આઠમી સફળતા અપાવી હતી. જાડેજાએ મહેદી હસનને 23 રને કેચ આઉટ કરાવ્યો હતો. અહીથી ભારતને જીતવા માટે માત્ર બે વિકેટની જરૂરત હતી. આઠમી વિકેટ બાદ જાડેજાએ નવમી સફળતા પણ અપાવી હતી. અશ્વિને તસકીમ અહેમદની આઉટ કરીને ભારતને જીત અપાવી દીધી હતી.

ભારત તરફથી બેવડી સદી ફટકારનારા કેપ્ટન વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

You might also like