કેજરીવાલ HCUની મુલાકાતે : સ્મૃતિની ઝાટકણી કાઢી

નવી દિલ્હી : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજ વિદ્યાર્થીઓને મળવા માટે હૈદરાબાદ સેન્ટ્રલ યૂનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા. તેમણે કોંગ્રેસ અને ભાજપની આકરી ઝાટકણી કાઢી હતી. કેજરીવાલે કહ્યું કે એચસીયૂમાં આત્મહત્યા મુદ્દે દેશમાં જે ચાલી રહ્યું છે તે શરમજનક છે. તેમણે કહ્યું કે કોઇ પણ યૂનિવર્સિટીમાં યૂનિયન બનાવવું એન્ટીનેશનલ નથી. કેજરીવાલે સ્મૃતિ ઇરાની દ્વારા કરાયેલી ટીપ્પણીઓને ફગાવી દીધી હતી અને તેને શરમજનક ગણાવી હતી.

અત્રે નોંધીય છે કે અગાઉ આમ આદમી પાર્ટીનાંનેતા આશીષ ખેતાન અને અરવિંદ કેજરીવાલે રાજનીતિક સલાહકાર આશીષ તલવારે હૈદરાબાદ સેન્ટ્રલ યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. તેની પહેલા રાહુલ ગાંધી સીતારામ યેચૂરી, ડેરેક ઓબ્રાયન સહિત ઘણા નેતાઓ આ મુદ્દે રાજકીય રોટલાઓ શેકવા માટે આવીને મુલાકાત કરી ચુક્યા છે.

ઉલ્લેખનીય છે કે આ મુદ્દે નેતાઓ શરૂઆતથી જ રાજનીતી કરવાની શરૂઆત કરી દીધી છે. આ મુદ્દે અરવિંદ કેજરીવાલ અગાઉ પણ મોદી અને તેમની સીરકાર પર માછલા ધોઇ ચુક્યા છે. તો રાહુલ ગાંધીએ પણ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરીને મોદી સરકાર અને તેનાં નેતાઓની નીતી ખોટી હોવાનાં આરોપો પણ લગાવી ચુક્યા છે. આ મોત માટે રાહુલે ભાજપને જવાબદાર ઠેરવ્યા હતા. એઆઇએમ નેતાઓ પણ આ મુદ્દે કુદી ચુક્યા છે. અને 10 પ્રોફેસર પણ રાજીનામાં આપી ચુક્યા છે.

You might also like