મક્કા મસ્જિદ કેસ: જાવેદ અખ્તરની NIA પર ઝાટકણી, ભાજપે કર્યો વળતો પ્રહાર

મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહરે કરાયા હતા. આ મામલે પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરે NIA પર નિશાન સાધ્યું હતું. અખ્તરે NIA પર વ્યંગ કરી નિવેદન આપ્યું કે, હવે તેમની પાસે આંતરધાર્મીક લગ્ન કરાવવાનો સંપૂર્ણ સમય હશે. જોકે, જાવેદ અખ્તરની કોમેન્ટ બાદ ભાજપના લોકોએ તેમના પર પલટવાર કર્યો હતો. અને કહ્યું કે, કાશ તમારી પાસે કૉંગ્રેસના હિંદુ આતંકવાદની પણ આલોચના કરવાની ઇમાનદારી હોત.

વર્ષ 2007માં મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં NIA કોર્ટે પૂરાવાના અભાવે અસીમાનંદ સહિતના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. વિપક્ષે NIA પર ખોટી તપાસ અને યોગ્ય રીતે કાર્યવાહી નહી કરવાના આક્ષેપો લગાવ્યા હતા. આ સંદર્ભમાં વિવાદીત ટિપ્પણી કરી સમાચારમાં રહેતા જાવેદ અખ્તરે ફરી એકવાર પ્રતિક્રિયા આપી હતી. અને તેને લઈને રાજકારણ ગરમાયું છે. જાવેદ અખ્તરે ટ્વીટ કરીને કહ્યું છે કે, મિશન પૂર્ણ થયું! મક્કા મસ્જિદ કેસમાં ભવ્ય સફળતા માટે NIAને મારી શુભેચ્છા, હવે તેમની પાસે આંતરધાર્મિક લગ્નોની તપાસ કરવાનો સમય હશે.

 

કેરળના ચર્ચાસ્પદ લવ જેહાદ કેસની તપાસ પણ NIA કરી રહી છે. જોકે, આ ટ્વીટ સામે આવતા જ ભાજપે જાવેદ અખ્તર પર પ્રહાર શઘ કર્યા હતા. ભાજપના પ્રવકતા જી.વી.એલ.નરસિમ્હાએ કહ્યું કે, જાવેદ અખ્તર કાશ આવી જ ઇમાનદારી કૉંગ્રેસના હિંદુ આંતકવાદ શબ્દની આલોચનમાં દેખાડી હોત. જીવીએલે પોતાના ટ્વીટમાં વ્યંગ કરતા લખ્યું છે કે, ફિલ્મોમાં તમે જેવી ફિક્શનલ સ્ક્રિપ્ટ લખી છે તેનાથી જ રાહુલ ગાંધી પ્રેરણા લઇ રહ્યા છે. અથવા કથિત રીતે તમારા જ આઇડિયા મોત કા સોદાર માફક હિંદુ ટેરર પણ તમારા જ દિમાગની ઉપજ છે.

 

ઉલ્લેખનિય છે કે, વિવાદીત નિવેદન કરવામાં જાવેદ અખ્તર વારંવાર વિવાદમાં આવે છે. મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપીઓના નિર્દોષ સાબિત થયા બાદ ભાજપે કોંગ્રેસને નિશાના પર લીધી હતી. ભાજપના નેતા સંબિત પાત્રાએ કોંગ્રેસે કરેલા ભગવા આતંકવાદ જેવા નિવેદન બદલ માફી માગવાની માંગ કરી છે. તેમને ખાસ કરીને રાહુલ ગાંધી, ચિદમ્બરમ, દિગ્વિજયસિંહ અને સુશીલકુમાર ને માફી માંગવા કહ્યું હતું. જો કે કોંગ્રેસે આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

You might also like