હૈદરાબાદના શાદનગરમાં પોલીસ અને આતંકી વચ્ચે અથડામણ, એકનો ઠાર

નવી દિલ્હી: હૈદરાબાદના શાદનગરમાં તેલંગાના પોલીસ અને ગેંગસ્ટરની વચ્ચે સવારે ફાયરિંગ શરૂ થઇ ગયું હતું. આ અથડામણમાં એક વોન્ટેડ અપરાધી નઇમનો ઠાક કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મલી રહ્યું છે કે ઘટનાસ્થળ પર પોલીસે ભારે માત્રામાં હથિયારો જપ્ત કર્યા છે.

સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર શાદનગરમાં મિલેનિયમ ટાઉનશીપ એરિયાના એક ઘરમાં વોન્ટેડ ગેંગસ્ટર છુપાયેલો હતો. જેના સમાચાર મળતાં તેની પર હુમલો કરવામાં આવ્યો. તેલંગાના પોલીસના આ જોઇન્ટ ઓપરેશનમાં NIA પણ સાથે હતું.

એનકાઉન્ટર પહેલા પોલીસે આ વિસ્તારને ખાલી કરાવી દીધો હતો. એક ખાનગી સૂચનાના આધાર પર પોલીસકર્મીઓએ ગેંગસ્ટર પર આ કાર્યવાહી કરી. એમાં તેલંગાના પોલીસની સાથે એનઆઇએ પણ હતું.

ઘરમાં કેટલા ગેંગસ્ટર છુપાયેલા છે, તે માટે હજુ સુધી કોઇ સ્પષ્ટ જાણકારી મળી નથી. પરંતુ હજુ સુધી એન્કાઉન્ટર ચાલુ જ છે. બે શંકાસ્પદ વ્યક્તિને ગોળી વાગ્યા પછી ઘરમાંથી પોલીસકર્મીઓ પર ફાયરિંગ ચાલુ છે. નોંધનીય છે કે કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હૈદરાબાદ ગયા હતાં.

You might also like