સાતમા ધોરણનો હસન એક વર્ષથી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ફ્રીમાં આપે છે ટ્યૂશન

હૈદરાબાદ: સાતમા ધોરણમાં ભણતો ૧ર વર્ષનો મોહંમદ હસનઅલી એક વર્ષથી એન્જિનિયરિંગના ૩૦ વિદ્યાર્થીઓને ફ્રીમાં ટ્યૂશન આપી રહ્યો છે. તે સિવિલ, મિકેનિકલ અને ઇલેકિટ્રકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ડિઝાઇનિંગ અને ડ્રાફ્ટિંગ શીખવે છે.

હસનના જણાવ્યા મુજબ તે ર૦ર૦ સુધી ૧,૦૦૦ એન્જિનિયરને ભણાવવા ઇચ્છે છે. હસને જણાવ્યું કે હું ઇન્ટરનેટમાંથી શીખીને છેલ્લા એક વર્ષથી ભણાવી રહ્યો છું. હું ફી લેતો નથી, કેમ કે હું મારા દેશ માટે કંઇક કરવા ઇચ્છું છું.

હું સવારે સ્કૂલ જાઉં છું. ત્રણ વાગ્યે ઘરે પાછો આવું છું. હું રમું છું અને મારું હોમવર્ક કરું છું. છ વાગ્યા સુધી ભણાવવા માટે કોચિંગ સંસ્થામાં જાઉં છું. એક વીડિયોથી પ્રભાવિત થઇને મેં મારાથી મોટી ઉંમરના લોકોને ભણાવવાનું શરૂ કર્યું.

હસનની સિવિલ એન્જિનિયર વિદ્યાર્થિની જી. સુષમાઅે જણાવ્યું કે હું અહીં સિવિલ સોફટવેર શીખવા માટે દોઢ મહિનાથી આવી રહી છું. તે અમારા બધાથી નાનો છે, પરંતુ સારી રીતે ભણાવે છે. તેની સ્કિલ સારી છે અને જે શીખવે તે સરળતાથી સમજાઇ જાય છે.

You might also like