હુસેની બિલ્ડિંગ દુર્ઘટનામાં ટ્રસ્ટ સામે સદોષ મનુષ્યવધનો ગુનો નોંધાયો

મુંબઈ: ભીંડી બજારનું હુસેની બિલ્ડિંગ તૂટી પડવાની દુર્ઘટના બાબતે જેજેમાર્ગ પોલીસ સ્ટેશને સૈફી બુરહાની અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટ વિરુદ્ધ હત્યા નહીં એવા સદોષ મનુષ્યવધ સહિતના અારોપો હેઠળ અેફઅાઈઅાર નોંધી છે. ૧૧૭ વર્ષ જૂના જર્જરિત બિલ્ડિંગના રહેવાસીઅોને સલામત સ્થળે ખસેડવાની જરૂરિયાતની અવગણના માટે કયા અધિકારીઅો કેટલા પ્રમાણમાં જવાબદાર છે તે જાણવા માટે હવે તપાસ શરૂ કરવામાં અાવશે.

દુર્ઘટના કેસની તપાસ કરતાં જેજેમાર્ગ પોલીસ સ્ટેશનના અધિકારીઅોઅે હુસેની બિલ્ડિંગના રહેવાસીઅો અને ટ્રસ્ટના હોદ્દેદારોનાં સ્ટેટમેન્ટ નોંધ્યાં છે. જેજેમાર્ગ પોલીસ સ્ટેશનના અધિકારીઅોઅે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં તેમને ટ્રસ્ટની બેદરકારી જણાય છે. દુર્ઘટના માટે ચોક્કસપણે કોણ જવાબદાર છે તે નિર્ધારિત કરવા તપાસ કરવાની રહેશે.

દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના રિલે‌િટવ ભાડુઆતોને સલામત સ્થળે ખસેડવાની જવાબદારી ધરાવતા મુખ્ય ગુનેગારની તાત્કાલિક ધરપકડની માગણી કરી રહ્યા છે. દુર્ઘટનામાં ૪૫ વર્ષના નાના ભાઈ જાફર અને તેની ૩૮ વર્ષની પત્ની રેશમા તેમજ બે બાળકોને ગુમાવનારા અનવર હુસેને જણાવ્યું કે ટ્રસ્ટને બિલ્ડિંગના ડિમો‌િલશનનો અોર્ડર એક વર્ષ પહેલાં અાપવામાં અાવ્યો હતો છતાં પણ ભાડુઆતોને સુરક્ષિત જગ્યામાં ખસેડવા માટે કોઈ પગલાં ન લેવાયાં. અધિકારીઅો તેમની ફુરસદ અને ઇચ્છા પ્રમાણે કામ કરે છે.

You might also like