પતિ કરતાં વધુ કમાતી પત્નીઓમાં ડિપ્રેશનનું જોખમ વધુ

કેટલાંક સ્ત્રી-પુરુષોના માનસિક સ્વાસ્થ્ય પર તેમની સામાજિક માન્યતાઓની ગહેરી અસર પડતી હોય છે. પરિવારમાં દરેક વ્યક્તિની ભૂમિકા વિશેની દૃઢ પરંપરાગત માન્યતાઓ તેમના માટે કામ અને ઓફિસના સ્થળે તકલીફો પેદા કરે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ ઇલિનૉઇના રિસર્ચરોએ નોંધ્યું હતું કે જે મહિલાઓ તેમના પતિ કરતાં વધુ કમાતી હતી તેમનામાં ડિપ્રેસિવ લક્ષણો જોવા મળ્યાં હતાં. પતિ-પત્નીની કન્વેન્શનલ ભૂમિકાની વાત કરીએ તો પુરુષો ઘરની આર્થિક ધુરા સંભાળતા હોય છે અને પત્નીઓ સામાજિક અને પારિવારિક જવાબદારીઓ. આ અભ્યાસ સ્ત્રી-પુરુષોની આવક અને તેમનું માનસિક સ્વાસ્થ્ય નોંધીને કરવામાં આવ્યો હતો.

You might also like