પ્રેગ્નન્સી પહેલાં પતિ કે પત્ની દુંદાળાં હોય તો બાળકની મેટાબોલિઝમ સ્લો હોય

મેદસ્વિતાનું પ્રમાણ યંગ એજમાં એટલું વધારે હોય છે કે લગ્ન પહેલાં પણ હવે યુગલો દુંદાળાં હોય છે. પેટ ફરતે ચરબી ધરાવતાં અને હાઈટના પ્રાણમાં વધુ વજન ધરાવતાં યુગલોનાં સંતાનોનું સ્વાસ્થ્ય નબળું હોવાની સંભાવના વધુ હોય છે. ઈંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલના સંશોધકોનું કહેવું છે કે ગર્ભધારણ થાય એ પહેલાંથી જ સ્ત્રી કે પુરુષો મેદસ્વી હોય છે તેમનાં સંતાનોમાં પણ એની અસરો જોવા મળે છે. શરીરમાં પેટ ફરતે ચરબીને કારણે મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્ષમતા નબળી પડી જાય છે. અત્યાર સુધી પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓને વજન બહુ વધી ન જાય એ માટે ચેતવતા અાવ્યા છે.

You might also like