દહેજ ન મળતાં પતિએ પત્નીને પોર્ન ફિલ્મમેકરને વેચી મારી

પટણા: દહેજ ન આપતાં સાસરી દ્વારા મહિલા સાથે અત્યાચારનો વધુ એક કેસ સામે આવ્યો છે. બિહારની રહેવાસી છોકરીને તેના સાસરીવાળાઓએ પોર્ન ફિલ્મ બનાવનારને વેચી દીધી.

મહિલાના લગ્નને હજુ સુધી દોઢ મહિનો પણ થયો ન હતો અને દહેજ ના મળતાં નારાજ પતિએ તેને પોર્ન ફિલ્મમેકરને વેચી દીધી. પીડિતા ત્યાંથી બચી નિકળી અને તેના પિયર બિહાર પરત આવી ગઇ.

સારણ જિલ્લાના તરૈયામાં પીડિતાએ પોતા પિતાની સાથે જઇ સાસરીવાળાઓ વિરૂદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. મહિલાનો આરોપ છે કે લગ્નમાં દહેજ ઓછું મળતાં સાસરીવાળાઓ તેને વારંવાર પરેશાન કરતાં હત અને પૈસા ન મળતાં પોર્ન ફિલ્મમેકરને વેચી દીધી. ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે તેના લગ્ન 8 જાન્યુઆરીના રોજ થયા હતા. લગ્નના થોડા દિવસો બાદ દહેજ ના આપતાં સાસરીવાળાઓ તેને પરેશાન કરવા લાગ્યા.

પીડિતાએ જણાવ્યું હતું કે સાસરીવાળાઓએ 2 લાખ અને રોયલ એનફીલ્ડ બાઇકની માંગણી કરી રહ્યાં હતા, જો કે છોકરીના પિતા આપવામાં અસમર્થન હતા. આ કારણે જ બંને પક્ષોના સંબંધમાં ખટાસ આવી ગઇ.

ઓછું દહેજ મળતાં સાસરીવાળાઓ ફક્ત તેને હેરાન જ નહી પરંતુ તેની સાથે જાનવરો જેવું વર્તન કરતાં હતા અને ખેતરમાં મજૂરી કરાવતા હતા.

પીડિયાએ રિપોર્ટમાં લખાવ્યું છે કે તેના પતિએ પોતાની બહેનની સાથે મળીને તેને પોર્ન ફિલ્મ બનાવનારને સાત લાખ રૂપિયામાં વેચી દીધી હતી. મહિલાને જે રાત્રે ખબર પડી તેના બીજા દિવસે સવારે કેટલાક લોકો તેને લેવા માટે આવવાના હોવાની ખબર પડી. તે જ રાત્રે જ ભાગી નિકળી અને બિહારમાં પોતાના પિયર પહોંચી ગઇ.

પોલીસ કેસની તપાસ કરી રહી છે. બિહારમાં ઘણા ગરીબ છોકરીઓના લગ્ન હરિયાણા અથવા અન્ય રાજ્યોના છોકરાઓની સાથે કરી દેવામાં આવે છે.

You might also like