પત્નીને ઘરમાં અારામદાયક માહોલ અાપવો એ પતિની જવાબદારીઃ કોર્ટ

નવી દિલ્હી: દિલ્હીની અેક કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે લગ્ન બાદ પત્નીને સાસરીમાં સહજ અને અારામદાયક માહોલ અાપવો પુરુષની જવાબદારી છે. કોર્ટે કહ્યું કે મહિલાને પોતાના પતિ પર જે ભરોસો હોય છે તે કોઈ પણ કિંમતે તૂટવો ન જોઈઅે. અેક અારોપી દ્વારા પોતાની બહેન અને માતા પિતાની સાથે મળીને પત્નીને દહેજ માટે પરેશાન કરવાની એક ઘટનામાં અદાલતે કોઈપણ નરમાઈ બતાવવાનો ઇન્કાર કરતાં અા ટિપ્પણી કરી.

કોર્ટે પીડિત મહિલાનાં સાસુ સસરા સાથે તેની ઉંમર અને બીમારીના કારણે થોડી નરમાશ વર્તતાં તેમને થોડા સમય માટે મુક્ત કરવાનું કહ્યું. મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ વંદનાઅે પીડિત મહિલાનાં નિવેદનને માનતાં કહ્યું કે મહિલાનું નિવેદન શરૂઅાતથી અંત સુધી એક જેવું રહ્યું હતું. મહિલાઅે કોર્ટમાં નિવેદન કર્યું હતું કે તેના પતિ અને સાસુ સસરાને સજા થવી જોઈઅે.

કોર્ટે માત્ર પીડિતાનાં નિવેદન પર ભરોસો કરતાં કહ્યું કે ફક્ત એ તથ્ય છે કે પીડિતા એકલી સાક્ષી છે તેથી તેના નિવેદનને અવિશ્વસનીય ન કહી શકાય. મારા વિચારથી તેનાં નિવેદનમાં કોઈ કમજોરી નથી. કોર્ટે દોષી પતિને છ મહિનાની જેલની સજા સંભળાવી. કોર્ટે તેની જામીન અરજીને પણ ફગાવી દીધી.

પીડિતાનાં સાસુ સસરાને જામીન પર મુક્ત કરતાં કોર્ટે ટિપ્પણી કરી કે દોષિતનાં માતા પિતા વધતી ઉંમરના લીધે અનેક બીમારીઅોથી પરેશાન છે. પીડિતાઅે પણ બીજાં લગ્ન કરી લીધાં છે. અા કારણે દોષીનાં માતા પિતાની સાથે થોડું નરમ વર્તન કરવામાં અાવે છે.

મહિલાઅે જાન્યુઅારી ૨૦૦૬માં લગ્ન કર્યાં હતાં અને થોડા દિવસો બાદ તેને દહેજ માટે પરેશાન કરવામાં અાવી. ડિસેમ્બર ૨૦૦૬માં દાખલ કરવામાં અાવેલી ફરિયાદમાં મહિલાઅે અાક્ષેપ કર્યો હતો કે તેનો પતિ અને સાસુ સસરા તેને અનેક રીતે માનસિક ત્રાસ અાપે છે. મહિલાઅે એવો પણ અાક્ષેપ લગાવ્યો હતો કે તેને અોછું દહેજ લાવવા માટે મેણાં મારવામાં અાવે છે.

પીડિતાઅે અાક્ષેપ કર્યો હતો કે તેની ઉપર ઘણી વાર પિયરથી બહુ મોટી રકમ લઈ અાવવા માટે દબાણ કરવામાં અાવ્યું. તેને ઇન્કાર કરતા તેને રૂમમાં બંધ કરી માર પણ મારવામાં અાવ્યો. ૧૭ સપ્ટેમ્બર ૨૦૦૬ના રોજ તેના સાસુ સસરાઅે મહિલાને ઘરમાંથી બહાર કાઢી મૂકી. તમામ અારોપીઅો વિરુદ્ધ પોલીસે ચાર્જશીટમાં અાક્ષેપ નક્કી કર્યા હતા. ભારતીય દંડ સહિતાની કલમ ૪૯૮(અે), ૪૦૬ અને ૩૪ હેઠળ દોષિતો ઉપર કેસ ચલાવવામાં અાવ્યો.

You might also like