પ્રેમ પ્રકરણનો કરુણ અંજામઃ તીક્ષ્ણ હથિયારના ઘા ઝિંકી પત્નીની હત્યા

અમદાવાદ: મહેસાણા નજીક અાવેલા જાકાસણા ગામે પતિએ પત્નીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરતાં અા ઘટનાએ અરેરાટી ફેલાવી છે.

અા અંગેની વિગત એવી છે કે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતા મૂકેશ પરમારે દસ વર્ષ અગાઉ દીપિકા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. લગ્ન જીવન દરમિયાન બે પુત્રો થયા હતા. દરમિયાનમાં પતિ-પત્ની વચ્ચે ખટરાગ થતાં પત્ની રિસાઈને તેની બહેનને ત્યાં જાકાસણા ગામે ચાલી ગઈ હતી. અાથી ઉશ્કેરાયેલા મૂકેશે જાકાસાણા ગામે જઈ તેની પત્નીને વાતચીત કરવાના બહાને બહાર બોલાવી તેની પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી રહેંસી નાંખી હતી અને બંને બાળકોને લઈ અા શખસ નાસી છૂટ્યો હતો. પોલીસે ખૂનનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અારોપી અમદાવાદ તરફ નાસી છૂટ્યો હોય પોલીસે તેના જમાલપુર ખાતેના ઘરે તપાસ કરી હતી. પરંતુ અારોપી મળી અાવ્યો નથી.

You might also like