માતા-પુત્રની નિર્મમ હત્યા કરી લાશ સળગાવવાનો પ્રયાસ કરાતાં સનસનાટી

અમદાવાદ: સાબરકાંઠાના માલપુર નજીકના કાયલિયા ગામે પરિણીતા અને તેના માસૂમ પૂત્રની નિર્મમ હત્યા કરી લાશ સળગાવવાનો પ્રયાસ કરવામાં અાવતાં અા ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચાવી દીધી છે.

માલપુર તાલુકાના કાયલિયા ગામના રહીશ પુનાભાઈ સુફરાભાઈ ખાંટનાં લગ્ન ડબારણ ગામની સૂર્યાબહેન સાથે થયાં હતાં. સૂર્યાબહેનને સાસ‌િરયાં દ્વારા ઘરકામ બાબતે અવારનવાર માનસિક અને શારીરિક ત્રાસ અાપવામાં અાવતો હતો. અગાઉ અા ત્રાસથી કંટાળી સૂર્યાબહેન તેમના િપયર પણ જતાં રહ્યાં હતાં. ત્યારબાદ સગાંવહાલાંઓએ દરમિયાનગીરી કરી સૂર્યાબહેનને પરત સાસરે મોકલ્યાં હતાં.

દરમિયાનમાં ગઈ કાલે સાંજના સુમારે ફરી ઝઘડો થતાં સૂર્યાબહેનના પતિ, સાસુ, સસરા અને જેઠ, જેઠાણીએ એકસંપ થઈ સૂર્યાબહેન પર હુમલો કરી તેમના પેટના ભાગે ઉપરાઉપરી છરીના ઘા ઝીંકી તેમની હત્યા કરી હતી અને તેમના એક વર્ષના માસૂમ પુત્ર નવીનનું ગળું દબાવી હત્યા કરી હતી. અા ગુનાઇત કૃત્ય અાચર્યા બાદ સૂર્યાબહેનના પતિ સહિત સાતેય જણાએ બંને જણાની લાશને પણ સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે અાજુબાજુના લોકો ભેગા થઈ જતાં સૂર્યાબહેનના પતિ સહિત સાતેય અારોપીઓ નાસી છૂટ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી જઈ બંને લાશને પીએમ માટે મોકલી અાપી નાસી છૂટેલા સાતેય જણાની સઘન શોધખોળ શરૂ
કરી હતી.

You might also like