પેરોલ પર છૂટેલા પતિએ પત્નીને રહેંસી નાખી

અમદાવાદ: દુષ્કર્મ કેસમાં જેલની સજા પામેલા અને પેરોલ પર છૂટેલા એક વહેમી પતિએ તેની પત્નીની કરપીણ હત્યા કરતાં આ ઘટનાએ આણંદ ટાઉનમાં ભારે ચકચાર જગાવી છે. પોલીસે ખૂનનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે આણંદના ૧૦૦ ફૂટ વિસ્તારમાં રહેતો સોમા ઓખા ડાભી નામનો શખ્સ એક સગીરા પર દુષ્કર્મ આચરવાના ગુનામાં સાત વર્ષની જેલની સજા ભોગવી રહ્યો હતો. તેની પત્ની દક્ષા બે પુત્રી અને એક પુત્ર સાથે રહેતી હતી.

દરમિયાનમાં આ શખ્સ ચાર દિવસ અગાઉ પેરોલ પર છૂટ્યો હતો. સોમાને તેની પત્ની દક્ષા પર કોઇ
સાથે આડો સંબંધ હોવાની શંકા હોઇ ગઇ. મધરાતે તેણે પત્ની સાથે ઝઘડો કરી બોથડ પદાર્થના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતાં તેનું મોત થયું હતું. પત્નીની હત્યા કર્યા બાદ આરોપી નાસી છૂટ્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like