સુરતમાં પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ ગળેફાંસો ખાધો

સુરત : કાપોદ્રાના પત્ની અને સસરાનાં ત્રાસથી કંઠાળીને યુવાને ઘરમાં જ ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ તપાસ દરમિયાન જણાવ્યું હતું કે, કલ્પેશ મેરેજ બ્યુરોનાં માધ્યમથી લગ્ન કર્યા હતા. દંપતી વચ્ચે મન મેળાપ નહી થઇ શકવાનાં કારણે બંન્ને વચ્ચે લાંબા સમયથી હુંસાતુંસી ચાલતી હતી. જેનાં કારણે તેની પત્ની સુનીલને છોડીને જતી રહી હતી. જેનાં કારણે યુવક માનસિક રીતે ડિસ્ટર્બ હતો.

યુવકે લખેલ સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં લખાયું હતું કે મારા સસરા અને પત્નીની માનસિક હેરાનગતિથી ત્રાસીને હું આપઘાત કરું છું. મારા સસરા અને પત્નીથી ત્રાસીને હું આપઘાત કરી રહ્યો છું.

મુળ ભાવનગરનાં અને કાપોદ્રામાં રહેતા કલ્પેશ મુકેશભાઇ ચાવડા (ઉ.વ 27)એ બુધવારે ગળેફાંસો ખાઇ લીધો હતો. અંકલેશ્વરની યુવતી સાથે લગ્નનાં બે વર્ષમાં આપઘાતનું પગલું ભનાર યુવકનાં મોત બાદ તેનાં પરિવારમાં ભારે ગમગીની છવાઇ હતી. 20 દિવસ પહેલા જ મૃતક કલ્પેશને સાસરીયાઓએ રાંદેરમાં હીદાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં માર માર્યો હોવાની પોલીસ અરજી પણ કરાઇ હતી.
મૃતકનાં ભાઇએ જણાવ્યું કે, જ્યાં સુધી કલ્પેશનાં સાસરીયાઓની ધરપકડ ન થાય ત્યા સુધી પરિવાર કલ્પેશનો મૃતદેહ અંતિમવિધિ માટે નહી લઇ જવામાં આવે.

You might also like