પત્નીના પૂર્વ પતિની હત્યામાં પતિને આજીવન કેદ

અમદાવાદ: પત્નીના પૂર્વ પતિની હત્યામાં સંડોવાયેલા પતિને આજીવન કેદની સજા સેશન્સ કોર્ટે ફટકારી છે.

નાના ચિલોડા વિસ્તારમાં પોલીસ અધિકારીના ફાર્મ હાઉસ ઉપર નોકરી કરતા અને ખોડિયાર માતાના મંદિરમાં સેવા પૂજા કરતા લાલદેવ રાવલનાં લગ્ન રંજનબહેન રાવલ સાથે થયાં હતાં. તેમના છૂટાછેડા થઇ જતા રંજનબહેનનાં બીજાં લગ્ન નરોડામાં રહેતા રાજેશ ભીખાજી રાવલ સાથે થયા હતાં. બીજા લગ્ન કર્યા પછી રંજનબહેન અને રાજેશ દરરોજ ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા જતાં હતાં. જેમાં રંજનબહેનના પહેલા પતિ લાલદેવે મંદિરમાં રોજે રોજ દર્શન કરવા આવવાની ના પાડી હતી. જેમાં રાજેશ અને લાલદેવ વચ્ચે બોલાચાલી થઇ હતી
તારીખ ૩૧-૦પ-ર૧૧ લાલદેવની દાદીનું અવસાન થતાં નાના ચિલોડા નદીના પટમાં દફન વિધિ ચાલતી હતી તે સમયે રંજનબહેન તેમનો પતિ રાજેશ, સાસુ લીલાબહેન અને બે પિતરાઇભાઇ સતીશ અને મંગળ હથિયારો લઇને આવ્યા હતા અને લાલદેવ ઉપર હુમલો કર્યો હતો. આ ઘટનામાં લાલદેવને સારવાર માટે હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

You might also like