અનૈતિક સંબંધોની શંકાએ પત્ની અને સાળી પર કર્યો ગેંગરેપ અને હત્યા

પાટણ : બિહારમાં જંગલરાજ હજી પણ ખતમ થયું હોય તેવું લાગી રહ્યું નથી. મુંગેર જિલ્લાનં ગૌરવ યાદવ નામના એક વ્યક્તિએ તેનાં 6 મિત્રો સાથે મળીને પત્ની અને સાળી સાથે ગેંગરેપ કર્યો હતો. જો કે પાછળથી પડકાઇ જવાનો ડર લાગતા બંન્નેની હત્યા કરી દીધી હતી. ગૌરવને પોતાની પત્નિનાં અન્યની સાથે અનૈતિક સંબંધોની શંકા હતી. પોલીસે બંન્ને મહિલાઓનાં શરીર ડાંઢ નદીમાંથી કબ્જે લીધા છે.

16 જુલાઇએ મુંગેર જિલ્લાનાં ગોવિદપુરાની એક યુવતી સાથે શ્રીરામપુર ગામનાં ગૌરવ યાદવનાં લગ્ન થયા તા. 6 સપ્ટેમ્બરે ગૌરવ અને તેનાં 6 મિત્રો સાથે સાસરીયે ગયો હતો. તે પોતાની પત્ની અને સાળીને લઇને ઘરે આવવા રવાના ઘયો હતો. જો કે બંન્નેને ઘરે લઇજવાનાં બદલે રસ્તામાં બધા ઉતરી ગયા હતા. જ્યાં તેણે પોતાનાં મિત્રો સાથે પત્ની અને સાળી પર ગેંગરેપ કર્યો હતો. ત્યાર બાદ બંન્નેની હત્યા કરી દીધી હતી.

હત્યા બાદ બંન્ને લાશો કોથળામાં બાંધીને ફેંકી દીધી હતી. બીજા દિવસે સાસુએ ગૌરવનાં મોબાઇલ પર વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ વાત નહોતી થઇ. જો કે જ્યારેવાત થઇ ત્યારે તેણે કહ્યું કે બંન્નેને રિક્ષામાં બેસાડી છે પિયર આવવા માટે. જો કે બંન્ને ઘરે નહી પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ત્યાર બાદ પોલીસને ગૌરવ પર શંકા જતા તપાસ કરી હતી. જેમાં ફિલ્મી કહાની બહાર આવી હતી.

You might also like