પતિનાં મૃત્યુ બાદ તમામ મિલકત પત્નીનાં નામે થઈ જશેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે અેક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યુ છે કે જો પતિનાં મૃત્યુ બાદ ઘરમાં કોઈ પુરુષ સભ્ય નહીં હોય તો તમામ મિલકત તેની વિધવા પત્નીના નામે થઈ જશે. અને તેમાં પુત્રીઓનો કોઈ હક ગણાશે નહિ. આવી વ્યવસ્થા કરતાં સુપ્રીમ કોર્ટે અેક મહિલાને માત્ર ચોથા ભાગનો હિસ્સો આપવાના હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો હતો.

ખંડપીઠે જણાવ્યું કે હિન્દુ કાનૂનમાં મહિલાઓના અધિકાર, અધિનિયમ ૧૯૩૩ની કલમ ૮(૧)(ડી)ની જોગવાઈમાં સ્પષ્ટ છે કે જો પતિનાં મોત બાદ પરિવારમાં કોઈ વારસદાર પુત્ર ન હોય તો અને માત્ર પત્ની જ અેકલી હોય તો તેના નામે ‌તમામ મિલકત થઈ જશે. જોકે તેમાં કુંવારી કે પ‌િરણીત પુત્રીનો કોઈ હક રહેશે નહિ. કોર્ટે અેવી પણ સ્પષ્ટતા કરી છે કે આ હિસ્સો મિલકતની વહેંચણી થશે ત્યારે જે તે હકદારને મળશે. તેમાં પુત્રીઓનો પણ પૂરો હક રહેશે. પરંતુ પતિના મોતના કેસમાં તેની તમામ મિલકત પત્નીને જ મળશે. તે મિલકત તેના પતિની હયાતીમાં પરિવારમાં થયેલી મિલકતની વહેંચણી બાદ કેમ ન મળી હોય. આવી વહેંચણીની આવા પ્રકારની મિલકત પર કોઈ અસર નહિ થાય.

મૈસૂરના અેક કેસમાં પતિના મોત બાદ પરિવારમાં ગૌરમ્મા અને તેની ત્રણ પુત્રી જ હતી. તેથી કોર્ટના આદેશથી તેની પત્નીના નામે તમામ મિલકત થઈ ગઈ હતી. તેણે અમુક મિલકત વેચી દીધી અને બાકીની મિલકત તેની અેક પુત્રીને આપી દીધી હતી.

You might also like