પતિનો એક સવાલ “આખો દિવસ શું કર્યું તે?”

નવી દિલ્હીઃ  ઓફિસેથી પતિ ઘરે આવે અને પત્ની જો હાઉસવાઇફ હોય તો આવતાની સાથે જ પતિ તેની પત્નીને એક સવાલ તો ચોક્કસ પૂછશે જ કે “આખો દિવસ શું કર્યું તે?” ભલે આજે આપણે 21મી સદીમાં પ્રવેશી ગયા હોઇએ. પરંતુ હજી પણ લોકોની માનસિકતા જૂના જમાના જેવી જ છે. તેઓ એવું માનતા હોય છે કે પત્ની ઘરે હોય એટલે આરામ જ કરતી હશે, શોપિંગ અને ટીવી જોવામાં જ સમય પસાર કરતી હોય. પછી ભલે તે આખો દિવસ પરિવાર, સંતાનો અને પતિના તમામ શિડ્યુલ જળવાયેલા રહે તેના માટે પોતાની પરવા કર્યા વગર આખો દિવસ દોડાદોડ કરતી રહે, અને તેમ છતાં જો દિવસને અંતે આવો પ્રશ્ન પૂછવામાં આવે તો.. સ્વાભાવિક છે કે પત્નીને અંદરથી એક નિસાસો ચોક્કસ આવશે.. પણ છતાં તે હસીને જવાબ ટાળી દેશે. પણ અમે તમારી સાથે એક વીડિયો શેર કરવા માંગીએ છીએ જેમાં જો પત્ની કાંઇ ન કરે તો તમારા ઘરની શું વ્યવસ્થા હોય તેનો તમને અંદાજ આવી જશે.

You might also like