નર્મદા કેનાલમાં ડૂબતી પત્નીને બચાવવા જતા પતિ પણ તણાયો

અમદાવાદ: સમીના હારીજ તાલુકામાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં પાણી પીવા ઉતરેલી પરિણીતાનો પગ લપસતા કેનાલમાં ખાબકી હતી જેને બચાવવા તેના પતિએ પણ કેનાલમાં ઝંપલાવ્યું હતું જો કે ઊંડા પાણીમાં બંને પતિ-પત્ની ડૂબી જતાં તેઓના મોત નિપજ્યા હતા.
અા અંગેની વિગત એવી છે કે રાધનપુર ખાતે અાવેલા રવિધામમાં રહેતા ઠાકોર વિક્રમજી પાન્ચાજી અને તેમની પત્ની ભાવનાબહેન વિક્રમજી ઠાકોર ગઈકાલે ખારિધિયાલ ગામે કેનાલમાં પાણી પીવા માટે ઉતર્યા હતા દરમિયાનમાં તેઓનો પગ લપસતા બુમાબુમ કરી હતી અને તેઓ કેનાલમાં ખાબક્યા હતા તેઓને બચાવવા માટે વિક્રમજી કેનાલમાં ઉતર્યા હતા પરંતુ ભાવનાબહેનની સાડી જ તેઓના હાથમાં અાવી હતી અને બંને પતિ-પત્ની કેનાલમાં ડૂબી ગયા હતા. બુમાબુમના કારણે અાસપાસના લોકો દોડી અાવ્યા હતા અને પોલીસ તથા ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી.

You might also like