ટેરર ફંડિંગઃ ૭ અલગતાવાદીઓની ધરપકડના વિરોધમાં કાશ્મીર બંધ

નવી દિલ્હીઃ ટેરર ફંડિંગ મામલામાં સોમવારે ધરપકડ કરાયેલા અલગતાવાદી નેતા ગિલાની સહિત સાતને આજે એનઆઈએ કોર્ટમાં રજૂ કરાશે. દરમિયાન ટેરર ફંડિંગમાં સાત અલગતાવાદી નેતાઓની એનઆઈએ દ્વારા ધરપકડના વિરોધમાં અલગતાવાદીઓએ આજે કાશ્મીર ખીણમાં બંધનું એલાન આપ્યું છે. આ એલાનના પ્રતિસાદરૂપે કાશ્મીર ખીણમાં અલગતાવાદીઓએ મહદઅંશે બંધ પાળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ધરપકડ કરાયેલા સાત અલગતાવાદી નેતાઓમાં ગિલાની ઉપરાંત અલતાફ અહમદ ફંટુશ, પૂર્વ આતંકી કમાન્ડર ફારુક અહમદ ડાર ઉર્ફે બીટા કરાટે અને વરિષ્ઠ અલગતાવાદી નેતા નઈમ અહમદ ખાન અલતાફ ફંટુશ, ઐયાઝ અકબર, પીર સૈફુલ્લા, મીરજુદ્દીન કલવલ અને એસયુ ઈસ્લામનો સમાવેશ થાય છે.

આમાંથી છની કાશ્મીરમાંથી અને એકની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે ગત મે મહિના દરમિયાન એક ટીવી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં નઈમ અહમદ ખાન ઉપરાંત આતંકી કમાન્ડર બીટા કરાટેએ એવો દાવો કર્યો હતો કે કાશ્મીરમાં આતંકી હિંસા અને અલગતાવાદી પ્રવૃત્તિઓ માટે પાકિસ્તાનથી હવાલા દ્વારા નાણાં ભંડોળ આવે છે.

અા લોકોએ ગઈ સાલ કાશ્મીરમાં થયેલા હિંસક દેખાવોમાં એક શાળા સળગાવવાની સાજિશની વાત પણ કબૂલી હતી. ત્યાર બાદ એનઆઈએએ એક કેસ દાખલ કરીને ૪ જૂનના રોજ શ્રીનગર અને દિલ્હીમાં ૨૨ સ્થળોએ દરોડા પાડ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like