આજે ભારતના પૂર્વોત્તર વિસ્તારમાં તૂફાન-વાવાઝોડાની આગાહી

નવી દિલ્હીઃ ભારતના કેટલાક રાજ્યોમાં તબાહી સર્જ્યા બાદ પણ તોફાન અને ઝોટાના પવનો હજી પણ ટળ્યા નથી. હવામાન વિભાગે જણાવ્યું કે, પ.વિક્ષૃભની અસર જમ્મૂ-કાશ્મીરના પૂર્વોત્તર રાજ્યો તરફથી સ્થાનાંતરિત થવાના કારણે આસામ સહિત પૂર્વોત્તરના કેટલાક વિસ્તારોમાં આગામી 24 કલાકમાં વંટોળ-વાવાઝોડાની શક્યતા છે.

શનિવારે સાંજે હવામાન વિભાગ દ્વારા હવામાનની આગાહી રજૂ કરતા રિપોર્ટના આધારે પ.વિક્ષૃભના કારણે પ.અફઘાનિસ્તાન અને નજીકના વિસ્તારોમાં ઓછા દબાણના ક્ષેત્રની અસર મ.ભારતના કેટલાક રાજ્યોમાં યથાવત્ છે.

આ કારણે ઉત્તર-પશ્ચિમી મધ્ય પ્રદેશ અને દક્ષિણ-પશ્ચિવમી રાજસ્થાનથી ળઇને પૂર્વ વિદર્ભ સુધીના કેટલાક વિસ્તારોમાં આ ચક્રવાતી તોફાનની શક્યતાઓ જણાવાય રહી છે.

હવામાનની આ પરિસ્થિતિઓની અસર અન્ય ઉત્તરની રાજ્યોમાં પણ જોવા મળશે. જેના કારણે જમ્મૂ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં આગામી 24 કલાકોમાં તોફાન અથવા ઝડપી પવનોનું અનમાન લગાવાય રહ્યું છે.

You might also like