ફ્લોરિડામાં ત્રાટક્યું વાવાઝોડું ઇરમા, 63 લાખ લોકોનું સ્થળાંતર

મિયામી: તૂફાન ઇરમા આજે નીચલા ફ્લોરિડા કીઝ સાથે અથડાયું જેનાથી દ્વીપ શ્રૃખંલા પર જોરદાર હવા ચાલી રહી છે. શ્રેણી 4ના
તોફાનનું મુખ્ય બિંદુ કે પશ્વિમથી 24 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં છે.

તોફાનને કારણે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી હવા ચાલી રહી હતી તથા તોફાન વધારે વધે એવું જોખમ છે. કે વેસ્ટમાં રાષ્ટ્રીય મોસમ સેવાએ કહ્યું, ‘આ ખૂબ જ ખતરનાક અને જાનલેવા સ્થિતિ છે.’ જે લોકોએ ચેતાવણી પર ધ્યાન આપ્યું નથી તેવા લોકોને મોસમ વિભાગે જીવ બચાવવા માટે એ વિસ્તારને ખાલી કરવા કહ્યું છે.

ફ્લોરિડા સહિત અમેરિકાના અન્ય વિસ્તારોમાંથી અંદાજિત 63 લાખ લોકોને સુરક્ષિત સ્થાન પર જવાનું કહ્યું છે. હજારો લોકો રાહત શિબિરમાં આશ્રય લઇ રહ્યા છે અને 76,000 લોકોના ઘરોમાં વિજળી નથી. વાવાઝોડાંના કારણે સેન્ટ બાર્ટ્સ, સેન્ટ માર્ટિન, એંગુઇલા અને વર્જિન આઇલેન્ડ સંપર્ક વિહોણા થઇ ગયા છે. રિડાના પશ્ચિમ તટ પર 15 ફૂટથી ઉંચી લહેરો ઉઠવાથી પૂર આવવાની સંભાવના છે.

http://sambhaavnews.com/

You might also like