4 આતંકવાદીઓને ઢાળીને શહિદ થયેલ હંગપન દાદા અશોકચક્રથી સન્માનિત

નવી દિલ્હી :  જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો બહાદુરી પુર્વક સામો કરીને શહીદ થયેલા હવલદાર હંગપન દાદા (36)ને તેમનાં શોર્ય માટે મરણોપરાંત અશોકચક્રથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે શમસાબરી રેંજમાં 13 હજાર ફૂટની ઉંચાઇવાળા વિસ્તારમાં પીઓકેની તરફતી ઉતરી કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 4 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

Hung

સેનાનાં અનુસાર 26 મેની શરૂઆતમાં આ ધર્ષણમાં તેમણે પોતાનો જીવની પરવાહ કર્યા વગર અદ્ભુત સાહસનો પરિચય આપ્યો હતો. આતંકવાદી ગતિવિધિને માપીને આતંકવાદીઓને સામે પડ્યા હતા. તેમને બાદમાં હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા જ્યાં તેમણે હસતામોઢે અંતિમ શ્વાસ લીધા.

1997માં સેનાની આસામ રેજિમેન્ટમાં જોડાયેલા દાદા 35 રાષ્ટ્રીય રાઇફલ્સમાં ફરજંદ હતા. અરૂણાચલ પ્રદેશમાં સુદુરવર્તી બેદુરિયા ગામનાં નિાસી હંગપને ભારે ગોળીબાર વચ્ચે પોતાની ટીમનાં સભ્યોનો જીવ બચાવ્યો હતો. હંગપન દાદાનો દેહ તેમનાં પૈતૃક આવાસ લઇ જવામાં આવ્યું જ્યાં તેને સંપુર્ણ સૈન્ય સન્માનની સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. હંગપન દાદાનાં પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો છે.

You might also like