નવી નાની કાર સાથે Alto ને ચેલેન્જ કરશે Hyundai

ભારતની સૌથી બીજી મોટી કાર બનાવતી કંપની હ્યૂંડાઇ પોતાના મુખ્ય પ્રતિસ્પર્ધી મારૂતિ સુઝુકીની અલ્ટો કાર સામે એક નવી નાની કાર માર્કેટમાં લોન્ચ કરવાની તૈયારીની વિચારણા કરી રહી છે. તેના માટે કંપની 50 હજાર યુનિટ તૈયાર કરવાની ક્ષમતા વધારવા પર વિચાર કરી રહી છે.

જેને લઇને ચેન્નાઇ પાસે શ્રીપેરૂંબુદુરમાં પોતાના મેન્યુફેકચરિંગ યુનિટમાં સ્ટોકયાર્ડનો આકાર ઘટાડી રહી છે. હ્યૂંડાઇ કાર નવા પ્લાન્ટની જગ્યાએ 20થી 25 ટકા સુધી વધારાના ઉત્પાદનની ક્ષમતા બનાવશે. 2018ના ફેસ્ટિવ સીઝન અગાઉ કંપની નાની કાર રજૂ કરવાની યોજના બનાવી રહી છે.

કંપનીના એમડીએ જણાવ્યું કે વધારાના ઉત્પાદનની ક્ષમતાની તૈયારીમાં કોઇ સમસ્યા નહી આવે અને કંપની ભારતીય માર્કેટમાં 1.5 લાખ કાર તૈયાર કરવા પર વિચાર કરી રહી છે. કંપની ‘કન્ટેપરેરી ફેમેલી ઓરીએન્ટેડ વ્હીકલ’ તરીકે એક વધુ નાની કાર રજૂ કરશે.

જેનો હેતુ નાની કારના સેગમેન્ટમાં એક નવો બેચમાર્ક બનાવાનો છે. આ વ્હીકલનું કોડનેમ AH2 હશે અને કંપની તેને ‘સેન્ટ્રો’ કહી શકે છે જો કે આ અંગે હજી સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી. આ કારમાં કંપની ફિટીંગ સીએનજી વર્જન પણ હશે.

You might also like