હિંડોળા ઉત્સવ એટલે હરિને પ્રેમે ઝૂલે ઝુલાવવાનો અવસર

મનુષ્યો ઉત્સવ પ્રિય હોય છે. ઉત્સવો સર્વને ગમે છે, કારણ કે તે આપણને રોજિંદા જીવન વ્યવહારમાંથી મુક્તિ અપાવે છે. ઉત્સવને લીધે માણસનું જીવન શુષ્ક થતું અટકે છે અને રસમય બને છે. ભાવપૂર્ણ અંત:કરણથી જો ઉત્સવો ઊજવવામાં આવે તો જીવનમાં આનંદ નિર્માણ કરે છે.

વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભક્તિનું પ્રાધાન્ય વિશેષ છે. તેથી તેમાં ઉત્સવ-સામૈયા ઊજવવાનું અનોખું અને વિશિષ્ટ મહત્વ છે. જેમાં અનેક ઉત્સવો જેવા કે જન્માષ્ટમી, હરિનવમી, શિવરાત્રિ, ફુલદોલોત્સવ, અન્નકૂટ, શરદોત્સવ, હિંડોળા વગેરે મંદિરોમાં ઊજવાય છે.

જેમાં સંતો તથા પ્રેમી હરિભક્તો બારેમાસ આવા ઉત્સવો ઊજવી ભગવનાને રીઝવવાની એક પણ તક ચૂકતા નથી. એમાંય વર્ષાઋતુનો પ્રારંભ થાય પછી તો કહેવું જ શું? શ્રાવણ માસ આલબેલ પૃથ્વીવાસી પોકારે તે પહેલાં મેઘ છડી પોકારતો હોય એમ અષાઢ–શ્રાવણની પધરામણી ટાણે ગર્જી ઊઠે છે.

આકાશમાં ઘનઘોર વાદળો રીમઝીમ કરતાં વરસતાં હોય છે અને સંધ્યા સમય એટલે કે આરતીનો સમય થતાં હરિભક્તો મંદિરમાં જઇને રેશમની દોરી વડે હિંડોળામાં બિરાજેલા પ્રભુને હિંચોળવા અધીરા બની જાય છે.

હિંડોળાે એટલે હિંચકો-ઝૂલો. ભગવાનને ઝૂલામાં બેસાડી ઝૂલાવવાની લીલા. પુરાણોમાં વર્ણવ્યું છે કે વર્ષાઋતુંમાં ગોપીઓ ભગવાન શ્રીકૃષણ અને રાધાને ફળ, ફૂલ, કઠોળ તથા પંચરંગી ફૂલો વિગેરેના હિંડોળાંમાં બેસાડીને હિંચકે ઝૂલવતા હતા. જોકે, વર્ષા જૂની હિંડોળાની પરંપરા આજે પણ અકબંધ છે.

હિંડોળા ઉત્સવ એટલે આત્માને પરમાત્મામાં જોડી ભક્તિના પુષ્પો પ્રભુને અર્પણ કરવાનો અનુપમ અવસર. હિંડોળા પર્વ દરમિયાન ભક્તોને પ્રભુની નિકટમાં આવવાની તક સાંપડે છે. આવો હિંડોળા ઉત્સવ દર વર્ષે અષાઢ સુદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી મંદિરોમાં ઉજવાય છે.

આવા હિંડોળામાં ઝુલાવાના અવસરે ભક્તો નિતનવા પદાર્થોથી હિંડોળાને શણગારે છે. કોઇ દિવસ સુગંધીમાન પુષ્પો હોય, તો કોઇ દિવસ વળી ફળ, સૂકોમેવો, રાખડી, પવિત્રાં, મોતીના, આભલાંના, હીરના, કઠોળના, અગરબત્તી, મીણબત્તી, ચાંદી અને સુવર્ણના દાગીના, કોડી, શંખલાં, છીપલાં, મોરપીંછ, સિક્કા, ફૂલ, આદિ વિવિધ ભાત-ભાતના સુંદર અને આકર્ષક ગોઠવણીથી કંડારેલા હિંડોળામાં ઠાકોરજીને પધરાવી સાયંકાળે પ્રેમીભક્તો તેમના લાડકોડ તન, મન, ધનથી સેવા કરીને પરપિૂર્ણ કરે છે.

વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામીનારાયણ સંપ્રદાયમાં ભક્તિનું પ્રાધાન્ય વિશેષ છે. તેથી ઉત્સવ-સામૈયા ઉજવવાનું અનોખું અને વિશિષ્ટ મહત્વ છે. જેમાં અનેક ઉત્સવો જેવા કે જન્માષ્ટમી ઉત્સવ, હરિનવમી ઉત્સવ, શિવરાત્રિ ઉત્સવ, ફુલદોલોત્સવ, અન્નફૂટ ઉત્સવ, શરદોત્સવ, હિંડોળા ઉત્સવ વગેરે અનેક ઉત્સવો મંદિરોમાં ઉજવાય છે.

આયોધ્યામાં ઘણાં મંદિરોમાં આ હિંડોળા ઉત્સવ તે ‘ઝુલા ઉત્સવ’ તરીકે ઉજવાય છે. વૃંદાવનમાં પણ કલાત્મક હિંડોળાની રચનાઓ કરવામાં આવે છે. ગુજરાતમાં વૈષ્ણવ મંદિરોમાં પણ હિંડોળા ઉત્સવ ઉજવાય છે. વૈષ્ણવી પરંપરા મુજબ કૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમીને લીલા કરી હતી તેની સ્મૃતિઓ તાજી કરવા માટે હિંડોળામાં કૃષ્ણને ઝુલાવીને ગાય છે.

વ્રજ ભક્તોએ વ્રજમાં પ્રભુને જુદાં-જુદાં સ્થાનમાં ઝુલાવ્યા છે. વ્રજમાં કદમના ઝાડ નીચે ડાળી ઉપર ઝૂલ્યા છે. આ યાદ ગોપીઓ તાજી થાય છે. વ્રજમાં અનેક સ્થોળએ લીલાઓ ઠાકોરજીએ કરી છે. આ સ્મૃતિઓને જુદા-જુદા હિંડોળા દ્વારા ભક્તો પ્રભુને યાદ કરે છે.

આ ઝુલાઉત્સવનો સૌ પ્રથમ બરસાનામાં પ્રારંભ થાય બાદ જ વ્રજનાં વિવિધ મંદિરોમાં ઝુલનોત્સવની શરૂઆત થાય છે. રાધાવલ્લભ સંપ્રદાયમાં શ્રી શ્યામા- શ્યામના ઉત્સવો આખું વર્ષ ઉજવાય છે. પરંતુ શ્રાવણ માસમાં દર વર્ષે બાંકે બિહારીજીના મંદિરોમાં શ્રી પ્રિયા-પ્રીતમનો ઝૂલનોત્સવ વિશેષ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે.

હિંડોળાનો ઉત્સવ આવતા જ ભક્તોના હૃયમાં જાણે કે ભક્તિના પૂર આવે છે. સંતો તથા પ્રેમી હરિભક્તો આ હિંડોળા ઉત્સવમાં ભગવાનને રીઝવવાની એક પણ તક ચૂકતા નથી. મંદિરોમાં આરતીનો સમય થતા, પ્રેમી હરિભક્તો મંદિરમાં જઈને રેશમની દોરી વડે હિંડોળામાં બિરાજેલા પ્રભુજીને હિંચોળવા અધીરા બની જાય છે.

ભગવાનને ઝુલાવાના અવસરે ભક્તો નિત-નવાં પદાર્થોથી હિંડોળાને શણગારે છે. કોઈ દિવસ સુગંધીમાન પુષ્પો હોય, તો કોઈ દિવસ વળી ફળ, સૂકોમેવો, રાખડી, પવિત્રાં, મોતીના, આભલાંના, હીરના, કઠોળના, અગરબત્તી, મીણબત્તી, ચાંદી અને સુવર્ણોના દાગીના, કોડી, શંખલા, છીપલાં ભક્તો આ પ્રકારના િહંડોળા બનાવવા તથા ભગવાનને ચડાવવા આતુર રહે છે. •

You might also like