આજથી શરૂ થશે પહેલી કુલ AC હમસફર એક્સપ્રેસ, બીજી ટ્રેનોથી હશે મોંઘી

નવી દિલ્હીઃ લાંબી રાહ જોયા બાદ શુક્રવારે રેલવેની પહેલી હમસફર એક્સપ્રેસ ટ્રેન શરૂ થઇ ગઇ છે. આ ટ્રેનમાં અનેક સુવિધાઓ છે. સાથે જ આ ટ્રેન અન્ય ટ્રેન કરતા મોંધી પણ છે. આ ટ્રેનના તમામ ડબ્બા AC  છે. રેલ્વે મિનિસ્ટર સુરેશ પ્રભુ ગોરખપુરથી આનંદવિહારની વચ્ચે શરૂ થનારી આ ટ્રેનને વીડિયો કોન્ફરન્સ દ્વારા લીલી ઝંડી આપશે. આ વખતના રેલવે બજેટમાં આ રીતની સાત ટ્રેનો શરૂ કરવાની વાત કહી હતી. આ ટ્રેનના દરેક કેબિનમાં કોફી, ટી, સૂપ, વેડિંગ મશીન અને હોટ તેમજ રેફ્રિજરેટેડ પેટ્રી સાથે અન્ય ફેસિલીટી પણ હશે. તેમાં CCTV બેસ્ટ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ, ફાયર અને સ્મોક ડિટેક્શન અને સુપરવિઝન સિસ્ટમ પણ હશે. આ સાથે જ દરેક બર્થમાં લેપટોપ ચાર્જિગ પોઇન્ટ પણ હશે.

હમસફર ટ્રેનમાં અન્ય ટ્રેનો કરતા અલગ પ્રકારની ફેસિલીટી છે. આજ કારણે આ ટ્રેનમાં નોર્મલ મેલ, એક્સપ્રેસ ટ્રેનોના AC-3 કોચોથી વધારે બેસ કેર આપવાની રહેશે. એક સીનિયર રેલવે ઓફિસરે જણાવ્યું છે કે નોર્મલ AC કોચની તુલનામાં મોડર્ન ફેસિલિટી વાળા આ કોચને બનાવવામાં વધારે ખર્ચ થયો છે. તેમાં સ્પેશિયલ ફિચર્સ રાખવામાં આવ્યાં છે.

home

You might also like