ગુજરાત માનવ અધિકાર પંચના ચેરમેન તરીકે ભગવતીપ્રસાદ શર્માએ ચાર્જ લીધો

અમદાવાદ: ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચના નવા ચેરમેન તરીકે ઝારખંડના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ભગવતીપ્રસાદ શર્માની નિમણૂક કરવામાં આવી છે. આજે સવારે તેમણે ચેરમેન તરીકે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો.

ભગવતી પ્રસાદ શર્મા રાજસ્થાન અને ગુજરાત હાઈકોર્ટના જજ અને ઝારખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે રહી ચૂક્યા છે. મહત્ત્વનું છે કે ગુજરાત માનવ અધિકાર પંચના અધ્યક્ષ વર્ષ 2015માં નિવૃત્ત થયા હતા. ત્યાર બાદ આ જગ્યા પર કાર્યકારી ચેરમેન તરીકે આઈપીએસ સુધીર સિંહા કામ કરી રહ્યા હતા, જોકે હાઈકોર્ટમાં આ પદ પર ચેરમેનની નિમણૂક કરવા અરજી થઈ હતી. આ પછી રાજ્ય સરકારે રાજ્ય માનવ અધિકાર પંચના ચેરમેન માટે ત્રણ સંભવિત નામ રાજ્યપાલને મોકલ્યા હતા, જેમાંથી ઝારખંડના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ભગવતીપ્રસાદ શર્માની નિમણૂક કરવામાં આવી છે.

You might also like