તમારી ઉંમર જેટલી વધશે એટલો ચહેરો યાદ રહેશે, થઇ ગયો ખુલાસો

શું તમને પણ એવું લાગે છે કે ઉંમર વધવાની સાથે ચહેરો ઓળખવાની ક્ષમતા ઓછી થઇ જાય છે? જો એવું છે તો તમે ખોટા છો. તાજેતરમાં જ એક સ્ટડીમાં દાવો કર્યો છે કે વધતી ઉંમરમાં પણ આપણાં માથાનો એ ભાગ સક્રિય રહે છેજ જે ચહેરાની ઓળખ કરે છે.

એક અધ્યયન મુતાબિક, ચહેરાની ઓળખ કરનાર લોકો માનવના મગજનો ભાગ વયસ્કોમાં પણ વિકાસશીલ રહે છે. આ અભ્યાસે એ વૈજ્ઞાનિકોને જરૂરથી હેરાન પરેશાન કરી દીધા છે જેને અત્યાર સુધી લાગતું હતું કે ચહેરાને ઓળખનાર માનવનું માથાના ટિશૂનો વિકાસ બાળપણથી જ રોકાઇ જાય છે.

એક વૈજ્ઞાનિકે બાળકો અને વયસ્કોના મગજ પર એક નવા પ્રકારની ઇમેજિંગ ટેકનીકના ઉપયોગની ચકાસણી કરી. આ તપાસમાં સૌથી વધારે ધ્યાન સેરેબરલ કોરટેક્સ પર આપાવામાં આવ્યું. સેરેબરલ કોરટેક્સ જ મગજનો ભાગ હોય છે જે ચહેરો ઓળખવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.

સંશોધનકર્તાએ પોતાના અભ્યાસમાં એવું દેખાડ્યું કે ચહેરાની ઓળખ કરનાર મગજના એ ભાગમાં એક ખાસ પ્રકારનો સેલ્યૂલર મેકઅપ હોય છે. સાથે એક અભ્યાસમાં સંશોધનકર્તાએ વિસ્તારથી જણાવ્યું કે તેમણે મગજના આ ભાગમાં ખૂબ જ સૂક્ષ્મ સંરચનાઓ મળી છે, જે બાળકના વયસ્ક થવા પર બદલાઇ જાય છે.

વ્યક્તિની ઓળખ શક્તિ એ ટિશૂ પર નિર્ભર કરે છે અને કદાચ આ કારણ છે કે વયસ્ક, બાળકની સરખામણી વધારે સારી રીતે ચહેરો ઓળખી શકાય છે.

You might also like