હવે શરીર દ્વારા પણ પાસવર્ડ મોકલી શકાશે

નવી દિલ્હી: હેકર કોઈ પણ વ્યક્તિનો પાસવર્ડ ચોરવામાં સફળ નહીં રહે. યુનિવર્સિટી અોફ વોશિંગ્ટનના કમ્પ્યૂટર સાયન્ટિસ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સે એક એવી ડિવાઈસ તૈયાર કરેલ છે કે જે વ્યક્તિનાં શરીર દ્વારા સિક્યોર પાસવર્ડ મોકલી શકે છે.  અા સિક્યોર પાસવર્ડને કોઈ પણ ડિવાઈસની ફિંગરપ્રિન્ટ સેન્સર કે ટચ પેડ દ્વારા જનરેટ કરાનાર લો ફિકવન્સી ટ્રાન્સમિશન દ્વારા મોકલવામાં અાવે છે. યુનિવર્સિટીના વિદ્યાર્થી મેરહદાદ હેસારનું કહેવું છે કે અા ટેકનિક દ્વારા ઇલેક્ટ્રોનિક સ્માર્ટ લોકની મદદથી કોઈ દરવાજો એક હાથથી અડીને બીજા હાથથી પોતાના ફોનને ફિંગરપ્રિન્ટ સેન્સર અડીને ખોલી શકે છે.

અા ડિવાઈસ વ્યક્તિના ફિંગર પ્રિન્ટના ડેટાને શરીરથી લઈને રિસિવરને મોકલશે અને દરવાજો ખૂલી જશે. સામાન્ય રીતે સેન્સર જે સિગ્નલ ઉત્પન્ન કરે છે તેમાં વ્યક્તિની અાંગળીના ઇનપુટને રિસિવ કરે છે પરંતુ અા નવી રીતથી અા સિગ્નલને કોઈ અન્ય ડિવાઈસ માટે પાસવર્ડ તરીકે ટ્રાન્સમિટ કરી શકાય છે. સ્માર્ટ ફોનમાં એન્ટર કરાતા ડેટાને યુઝર્સના શરીરમાંથી રિસિવર સુધી મોકલાય છે. અા રીત ખૂબ જ સુરક્ષિત માનવામાં અાવે છે. હાલમાં વાઈફાઈ કે બ્લુ ટ્રૂથ જેવી રેડિયો વેવથી મોકલાનાર અા પ્રકારના કોર્ડને હેક કરવામાં અાવે છે પરંતુ શરીર દ્વારા મોકલાતાં પાસવર્ડને હેક કરી શકાશે નહીં.

You might also like