અક્ષયની સાથે કામ કરવાની ખૂબ ઈચ્છા હતીઃ હુમા કુરેશી

હુમા કુરેશી આજના સમયની એ અભિનેત્રીમાં સામેલ છે, જેમણે પોતાની કરિયરમાં અનકન્વેન્શનલ પાત્રો પસંદ કર્યાં. તેની કરિયરની શરૂઆત ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ ફિલ્મથી થઇ. ત્યારબાદ તેની ફિલ્મ ‘બદલાપુર’ને પણ પ્રશંસા મળી. અક્ષયકુમાર સાથે તે હિટ ફિલ્મ ‘જોલી એલએલબી-૨’માં જોવા મળી. આગામી દિવસોમાં તે અલગ અલગ પ્રકારની ફિલ્મોમાં જોવા મળશે. ગુરિન્દર ચઢ્ઢા નિર્દેશિત ‘વાઇસરોય હાઉસ’થી તે હોલિવૂડ ડેબ્યૂ માટે પણ તૈયાર છે. ‘જોલી એલએલબી-૨’ ભલે હિટ ફિલ્મ હતી પણ તે હીરો સેન્ટ્રિક ફિલ્મ હતી.

હુમા જેવી અભિનેત્રીએ આવી ફિલ્મમાં કામ શા માટે કર્યું તે અંગે વાત કરતાં તે કહે છે કે ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ જ સારી હતી, જ્યારે નિર્દેશક સુભાષ કપૂરે મને સ્ક્રિપ્ટ સંભળાવી ત્યારે તેને સાંભળતાં જ મને સ્ક્રિપ્ટ સાથે પ્રેમ થઇ ગયો. આ ઉપરાંત મને અક્ષયકુમાર સાથે કામ કરવાની ખૂબ ઇચ્છા હતી, કેમ કે તે જે પ્રકારની ફિલ્મો કરે છે તેમાં કમાલની સ્ટોરી અને શ્રેષ્ઠ પર્ફોર્મન્સ હોય છે. તેના જ કારણે મેં આ ફિલ્મમાં કામ કરવા સ્વીકાર્યું. હું મારા નિર્ણયથી ખૂબ ખુશ છું. અક્ષયકુમારની ફિલ્મ હંમેશાં તેની આસપાસ જ ફરે છે અને હીરોઇનો માત્ર સપોર્ટિંગ રોલ કરે છે, પરંતુ અભિનેતા તરીકે તેનું જે કદ છે એ માટે તેની ફિલ્મોમાં આવું હોવું પણ જોઇએ. હુમા કહે છે, આ ઉપરાંત હું સ્ક્રિપ્ટ અને રોલ પણ જોઉં જ છું. હું કોઇ એક પહેલુને લઇને ફિલ્મને જજ કરતી નથી. •
http://sambhaavnews.com/

You might also like