સફળતા-નિષ્ફળતા ચાલતી રહે છેઃ હુમા

હુમા કુરેશી હાલમાં ‘વ્હાઈટ’ ફિલ્મને લઈને ચર્ચામાં છે. મલયાલમ અને અંગ્રેજી બંને ભાષામાં બની ચૂકેલી અા ફિલ્મનું શૂટિંગ લંડનમાં થયું છે. દક્ષિણના સુપરસ્ટાર મામુટી અને હુમાની રોમે‌િન્ટક પેર અા ફિલ્મની ખાસ વાત છે. ગુરીન્દ્ર ચઢ્ઢા નિર્દેશિત ફિલ્મમાં હુમા એક નવા અભિનેતા મનીષ દયાલ સાથે જોવા મળશે. પોતાના સગા ભાઈ શા‌કીબ સલીક સાથે પણ હુમા ‘દોબારા’માં જોવા મળશે. હુમાને બોલિવૂડમાં ત્રણ-ચાર વર્ષ થઈ ચૂક્યાં છે. અા અંગે વાત કરતાં તે કહે છે કે મેં અા ચાર વર્ષમાં કંઈ પણ ગુમાવ્યું નથી, પરંતુ થોડું ઘણું મેળવ્યું છે. ચાર વર્ષ અભિનયના રસ્તામાં મોટી વાત નથી. મેં હમણાં જ શરૂઆત કરી હોય એવું મને લાગે છે.

૨૦૧૬-૧૭માં મારી પાસે સારી પ્રપોઝલ છે. મને એ બધી ફિલ્મોમાંથી ઘણા બધા પૈસા મળવાના છે તેવું નથી, પરંતુ મારી અભિનયની ઇચ્છાઅો પૂરી થશે. મારી પાસે સારી કન્ટેન્ટવાળી ફિલ્મો છે. અા કારણે હું ખૂબ જ ઉત્સાહિત છું. મને લાગે છે કે હું યોગ્ય દિશામાં જઈ રહી છું. મારી અાશાઅો રંગ લાવશે. માધુરી દીક્ષિત, ન‌િસરુદ્દીન શાહ જેવા સિ‌િનયર સ્ટાર્સ સાથેની ‘ડેઢ ઇશ્કિયાં’ બોક્સ અોફિસ પર નિષ્ફળ રહી. જો અા ફિલ્મ સફળ ગઈ હોત તો હુમાની કરિયર અલગ હોત, જોકે હુમાને અે વાતનો અફસોસ નથી. તે કહે છે કે અાવા સ્ટાર સાથે અભિનય કરીને મને ઘણું બધું શીખવા મળ્યું. સફળતા-નિષ્ફળતા તો ચાલતી જ રહે છે. •

You might also like