કમાણીમાં અવલ હુમા કુરેશી

કેટલાક લોકો બિઝનેસ કરવામાં એટલા માહેર હોય છે કે તેમને લાગે છે કે વ્યક્તિ શ્વાસ પણ લે છે તો તેમાંથી બિઝનેસ થઇ શકે છે. સુંદરતાની સાથે-સાથે અભિનયમાં પણ કુશળ હોવા છતાં હુમા કુરેશીને અત્યાર સુધી બોલિવૂડમાં પોતાની ગમતી સફળતાની રાહ છે, પરંતુ પોતાની આવડત અને બિઝનેસ કુશળતાના લીધે તે પૈસા કમાવવામાં મોટા સ્ટાર કરતાં પાછળ નથી. તાજેતરમાં એક બહુ મોટા શોપિંગ મોલે હુમા કુરેશીને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. હુમા કુરેશી કઇ રીતે શોપિંગ કરે છે અને મોલની અલગ અલગ દુકાનોમાં હુમા કયાં બ્રાન્ડેડ કપડાં ખરીદે છે એ જાણકારી માટે તેની સાથે એક ફોટોગ્રાફર લગાવી દેવાયો. હુમાના આ ‘શોપિંગકાંડ’ને બીજા જ દિવસે મી‌િડયાએ રિલીઝ પણ કરી કર્યું. હુમાને પૈસા તો મળ્યા પણ સાથે ઘણું બધું શોપિંગ પણ થઇ ગયું. મોલવાળાનું સારું માર્કેટિંગ થયું એ તો અલગ.

હુમા સુંદર હોવાના કારણે તે પોતાની સુંદરતાનો લાભ પણ ઉઠાવી લે છે. હાલમાં તેણે ફિલ્મી મેેગેઝિન ફિલ્મ ફેર માટે ફોટોશૂટ કરાવ્યું. આ તસવીરોમાં તે બ્લેક એન્ડ વ્હાઇટ રંગના ડ્રેસમાં સુંદર દેખાય છે. તે સોશિયલ મીડિયામાં પણ ચમકતી રહે છે. ક્યારેક શોર્ટ ફિલ્મો તો ક્યારેક વીડિયો સોંગમાં પણ જોવા મળે છે, જોકે તેની છેલ્લી કેટલીક ફિલ્મો ફલોપ ગઇ હોવાથી તેને સારી ફિલ્મોની રાહ છે. •

You might also like