શું છે સાઈઝ ઝીરો, તે કોઈને પસંદ નથીઃ હુમા કુરેશી

દિલ્હીની રહેવાસી હુમા કુરેશી દિલ્હીથી મુંબઇ તો આવી હતી, પરંતુ અભિનેત્રી બનવા નહીં, ટીવીની કોમર્શિયલમાં કામ કરવા માટે, કેમ કે એક બ્રાન્ડે તેની સાથે અઢી વર્ષનો કરાર કર્યો હતો. આ દરમિયાન નિર્દેશક અનુરાગ કશ્યપે તેને જોઇ અને તેની પ્રતિભાના દીવાના થઇ ગયા. તેની કંપનીએ હુમાને ત્રણ ફિલ્મમાં કામ કરવાનો પ્રસ્તાવ આપ્યો. બસ ત્યાર પછી તો ૨૦૧૨માં હુમાની પહેલી ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ બે ભાગમાં બની. આ ફિલ્મમાં કામ કરીને તેણે ફિલ્મ ફેર બેસ્ટ ફીમેલ ડેબ્યૂ અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મેળવ્યો. આજે હુમાની ચર્ચા તેની આવનારી બે ફિલ્મ ‘જોલી એલએલબી-૨’ અને ગુરીન્દર ચઢ્ઢાની ફિલ્મ ‘વાઇસરોય હાઉસ’ને લઇને છે.

પોતાની ફિલ્મોને લઇને તો હુમા ચર્ચામાં રહે જ છે, પરંતુ આ પહેલાં અનુરાગ કશ્યપ અને કલ્કિના અલગ થવામાં પણ તેનું નામ આવ્યું હતું. ત્યાર બાદ સોહેલ ખાન અને તેની પત્નીના છૂટા થવા પાછળ પણ હુમાનું નામ આવ્યું હતું. આ ઉપરાંત હુમા પોતાના વજન અને ડ્રેસિંગ સેન્સને લઇને પણ ચર્ચામાં રહે છે. હુમા કહે છે કે સાઇઝ ઝીરો શું હોય છે, કોઇ તેને પસંદ કરતું નથી, જોકે હુમાએ થોડા દિવસ પહેલાં તેનું વજન ખાસ્સું ઘટાડ્યું છે. તે કહે છે કે એવંુ કાંઇ નથી કે મને અચાનક પાતળા થવાનું સપનું આવ્યું. મારે પાતળું થવું હતું અને હું થઇ ગઇ. મેં મારા નવા ટ્રેનરના કહ્યા મુજબ વર્કઆઉટ કર્યું અને પછી જે કંઇ થયું તેનું રિઝલ્ટ તમારી સામે છે. મેં ક્યારેય મારા શરીરના વજનને લઇને શરમ અનુભવી નથી. મને આજ સુધી કોઇએ એવું પણ કહ્યું નથી કે હું કેમ આવી છું? •
http://sambhaavnews.com/

You might also like