મારાં સપનાં અનંત છેઃ હુમા

બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીનાં અનેક સપનાં છે. તે એક બાયોપિક ફિલ્મ કરવા ઇચ્છે છે. તેને એક્શન ફિલ્મ પણ કરવી છે. તે મેન્ટલ યુવતીનો રોલ કરવા પણ ઇચ્છે છે. હાલમાં તે મરાઠી ફિલ્મ “હાઇવે” ઉપરાંત મમુટીની સાથે મલયાલમ ભાષાની એક ફિલ્મ કરી રહી છે, જોકે તે વધુ પડતી ક્ષે‌િત્રય ફિલ્મોમાં કામ કરવા ઇચ્છે છે. હુમા કહે છે કે હું સારું કામ કરવા ઇચ્છું છું અને મારા કામને એન્જોય પણ કરવા ઇચ્છું છું. મારા સપનાનો કોઇ અંત નથી. તે કહે છે કે મારી નજરમાં સિનેમા ભાષાની મોહતાજ નથી. બીજી વાત હું સારું સિનેમા કરવા ઇચ્છું છું. હું તે ફિલ્મનો હિસ્સો બનવા ઇચ્છું છું કે જેને કરતાં કરતાં હું મારી અંદરની પ્રતિભાને નિખારી શકું.

બોલિવૂડમાં જો કોઇ વ્યક્તિ થોડી સ્થાયી થાય તો તેના બ્લડ રિલેશનની વ્યક્તિને મદદ કરતી હોય છે. હુમા પણ તેના ભાઇ શા‌િકબ સલીમ સાથે ફિલ્મ કરી રહી છે. તે કહે છે કે આ એક હોરર ફિલ્મ છે. અમેરિકી હોરર ફિલ્મ ‘ઓક્યુલેસ’ની હિંદી રિમેક છે. પોતાની રિયલ લાઇફની કઇ વાત તેને ગમે છે તે અંગે જણાવતાં તે કહે છે કે હું પર્સનલ લાઇફ અંગે વાત કરવા ઇચ્છતી નથી. ન્યૂઝપેપરમાં છપાતા ખોટા સમાચારો અંગે હું ચૂપ જ રહું છું. બેકારની વાતોમાં ધ્યાન આપીને મારો સમય બરબાદ કરતી નથી.

You might also like