રાજ્યમાં હુક્કાબાર પર પ્રતિબંધ, દારૂબંધીનો કડક અમલ કરવા સરકાર કટીબદ્ધ : જાડેજા

અમદાવાદ : રાજ્ય સરકારે હુક્કાબાર પર સપાટો બોલાવતા ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં ચાલી રહેલા તમામ હુક્કાબાર પર પ્રતિબંધ લાદી દીધો છે. લાંબા સમયથી જે કાયદાની રાહ જોવાઇ રહી હતી તે કાયદો અંતે સરકારે અમલમાં લાવી દીધો હતો. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ દારૂના કડક અમલીકરણ અને હુક્કાબાર અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક તરફ રાજ્ય સરકાર હુક્કાબાર સામે લાલ આંખ કરી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંધુ ભવન રોડ પર આવેલા બે હુક્કાબાર તોડી પડાયા છે. બીયુ પરમિશન ન હોવાનાં મુદ્દે કોર્પોરેશન દ્વારા હુક્કાબાર પર તવાઇ બોલાવાઇ છે.

પ્રદિપસિંહ જાડેજા દ્વારા કરાયેલી જાહેરાત
– યુવાનો ખોટા રસ્તે વળતા હોવાથી લગાવાયો પ્રતિબંધ
– અમદાવાદમાં ચાલતા 78 હુક્કાબાર બંધ કરાયા
– ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાની પત્રકાર પરિષદ
– કાયદાનો ભંગ થશે તો 3 વર્ષની જેલ 50 હજાર દંડ઼
– દારૂ વેચનારને થશે કડક સજા, બુટલેગરને મદદ કરનારને 1 લાખનો દંજ
– દારૂની હેરાફેરીમાં ઝડપાયેલા વાહન જપ્ત કરાશે.
– દારૂ પીને અસભ્ય વર્તન કરનારને પણ સજા થશે.
– હુક્કા બારની પરવાનગી હવે નહી અપાય ઉપરાંત અમદાવાદમાં ચાલી રહેલા 78 હુક્કાબાર બંધ
– કાયદાનો ભંગ થશે તો 3 વર્ષ સુધીની સજાનું પ્રાવધાન
– નવા હુક્કાબારોને પણ પ્રતિબંધ નહી અપાય
Visit : www.sambhaavnews.com

You might also like