બે ગામના લોકો વચ્ચે જોરદાર જૂથ અથડામણ: ૧૧ વ્યક્તિને ઇજા

ઊના નજીક આવેલાં સોનારી અને નાથળ ગામના બે જૂથો વચ્ચે યુવતીને ભગાડી જવાના મામલે જોરદાર અથડામણ થતાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અથડામણમાં ૧૧ જેટલી વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ આ ઘટનાની વિગત એવી છે કે, ઊના નજીક આવેલા સોનારી ગામની યુવતીને નાથળ ગામનો યુવક ભગાડી જતા બે કોમ વચ્ચે જોરદાર ધીંગાણું ખેલાયું હતું. જેમાં સામ સામે હુમલા થતા અનેકને ઇજા પહોંચી હતી. પોલીસે તાત્કાલીક પહોંચી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

You might also like