હૂડકોના IPOમાં ૨૧ ટકા રિટર્ન મળ્યું

અમદાવાદ: આજે હૂડકો કંપનીન આઇપીઓનું લિસ્ટિંગ થયું હતું. જાહેર ક્ષેત્રની આ કંપનીના શેરમાં ૨૧.૫ ટકાના સુધારે શરૂઆતે રૂ. ૭૩.૫૫ની સપાટીએ લિસ્ટિંગ થયું હતું. એક તબક્કે નીચા મથાળે લેવાલી આવતાં કંપનીના શેરમાં વધુ સુધારાની ચાલ નોંધાઇ આ શેર ૭૬ રૂપિયાની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કંપનીએ રૂ. ૬૦ના ભાવે શેર ઈશ્યૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આવેલા એવન્યૂ સુપર માર્ટ-ડી માર્ટના આઇપીઓમાં ૧૪૩ ટકાનું, જ્યારે શંકરા બિલ્ડિંગના આઇપીઓમાં ૫૩ ટકાનું હાલ રિટર્ન મળી રહ્યું છે.

છેલ્લા કેટલાક આવેલા IPOમાં હાલ મળતું રિટર્ન
એસ. ચાંદ – ૧૨.૨૩ ટકા
શંકરા બિલ્ડિંગ + ૫૩.૫૮ ટકા
સી.એલ. એજ્યુકેટ – ૧૨.૩૯ ટકા
મ્યુઝિક બ્રોડકાસ્ટ + ૨.૪૨ ટકા
એવન્યૂ સુપર માર્ટ + ૧૪૩.૧૩ ટકા
બીએસઈ + ૩૪.૦૭ ટકા
http://sambhaavnews.com/

You might also like