ભારતમાં લોન્ચ થયો HTC One M9+ કેમેરા સ્પેશિયલ સ્માર્ટફોન

નવી દિલ્હી: HTCએ તાજેતરમાં જ જર્મનીમાં One M9નો પ્રાઇમ કેમેરા એડિશન લોન્ચ કર્યો હતો. હવે કંપની તેને ભારતમાં લોન્ચ કર્યો છે, તેને એચટીસીના ઓનલાઇન સ્ટોર પરથી ખરીદી શકાય છે. HTC M9+ Prime કેમેરા એડિશનની કિંમત 23,990 રૂપિયા છે.

જો કે HTCના જૂના ફ્લેગશિપ One M9નું નવું વેરિએન્ટ છે. તેની ખાસિયત તેનો કેમેરો છે. તેમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબ્લાઇજેશન (OIS), ડ્યુઅલ એલઇડી ફ્લેશ અને 4K રેકોર્ડિંગની સાથે 13 મેગાપિક્સલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં સેલ્ફી માટે 4 અલ્ટ્રાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

સ્માર્ટફોનનું હાર્ડવેર One M9ની માફક છે. તેમાં 2.2GHz ઓક્ટાકોર MediaTek Helio X10 પ્રોસેસરની સાથે 2GB રેમ અને 16GBની ઇનબિલ્ટ મેમરી આપવામાં આવી છે. તેની ઇન્ટરનલ મેમરીને માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી વધારી શકાય છે.

5 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લેવાળા આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 5.0 લોલીપોપ બેસ્ડ Sense 7UI આપવામાં આવ્યું છે. તેની બેટરી 2,850mAhની અને તેમાં કેનેક્ટિવિટી માટે બીજા સ્માર્ટફોનની માફક તમામ ફિચર્સ આપવામાં આવ્યા છે.

You might also like