અલ્ટ્રાપિક્સલ કેમેરા અને 4GB રેમ સાથે લોન્ચ થયો HTC10

નવી દિલ્હી: ભારતમાં એચટીસીએ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન HTC10 લોન્ચ કર્યો છે. તેની કિંમત 52,990 રૂપિયા છે. કંપનીએ તેની સાથે પાંચ નવા સ્માર્ટફોન્સ પણ લોન્ચ કર્યા છે. તેમાં 13,990 રૂપિયાનો HTC Desire 628 અને 25,990 રૂપિયાવાળો HTC One X9 જેવા ફોન સામેલ છે.

HTC10નું વેચાણ 6 જૂનથી શરૂ થશે અને ભારતીય બજારમાં તેને સેમસંગના ફ્લેગશિપ Galaxy S7, S7 Edge અને LGના ફ્લેગશિપ LG G5 સામે આકરી ટક્કર મળશે. તમને જણાવી દઇએ કે એચટીસી સ્માર્ટફોન્સનું માર્કેટ દિવસે ને દિવસે નબળું પડતું જાય છે. તાજેતરમાં જ ચીનના એક રિપોર્ટ અનુસાર અહીં અગિયાર દિવસમાં ફક્ત 251 HTC10નું પ્રી બુકિંગ થયું છે. એવામાં કંપની માટે ભારતીય બજાર ખૂબ જ મહત્વ ધરાવે છે.

સ્પેસિફિકેશનની દ્રષ્ટિએ આ સેમસંગ અને એલજીના ફ્લેગશિપ સ્માર્ટફોન્સથી કમ નથી. પરંતુ તેની વધેલી કિંમતના લીધે કંપનીને થોડું નુકસાન થઇ શકે છે.

સ્પેસિફિકેશન્સ જે HTC10ને બનાવે છે ખાસ
ફૂલ મેટલ યૂનિબોડીવાળા આ સ્માર્ટફોનમાં એક હોમ બટન છે જેમાં ફિંગરપ્રિંટ સ્કેનર આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે તેનાથી ફોનને 0.2 સેકન્ડમાં અનલોક કરી શકાય છે. આ ઉપરાંત તેમાં USB Type C પોર્ટ અને ફાસ્ટ ચાર્જિંગ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.

સ્નૈપડ્રૈગન 820 પ્રોસેસરની સાથે 4GB રેમ
5.2 ઇંચના ક્વાડ એચડી સુપ્ર એલસીડી 5 ડિસ્પ્લેવાળા આ સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નૈપડ્રૈગન 820 પ્રોસેસરની સાથે 4GB રેમ આપવામાં આવી છે. તેની ઇન્ટરનલ મેમરી 32/64GB છે જેને માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી વધારીને 2TB સુધી કરી શકાય છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 6.0 માર્શમૈલો પર બનેલા કંપનીના યૂજર ઇન્ટરફેસ Sense 7 પર કામ કરે છે.

સુંદર અલ્ટ્રાપિક્સલ કેમેરો
ફોટોગ્રાફી માટે તેમાં f/1.8 અપર્ચરવાળો 12 મેગાપિક્સલનો (અલ્ટ્રાપિક્સલ) રિયર અને 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે તેનો કેમેરો ખૂબ સરસ છે અન તેમાં લેજર ઓટોફોકસ, ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબ્લાઇજેશન અને ડુઅલ એલઇડી ફ્લેશ આપવામાં આવી છે તેનો રિયર કેમેરો 4K રેકોર્ડિંગ કરી શકે છે.

સારા સાઉન્ડ માટે BoomSound
સ્માર્ટફોનને સાઉન્ડ ક્વોલિટીના મામલે પણ સારો બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેમાં BoomSound Hi-Fi ડોલ્બી ઓડિયો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં ડેડિકેટેડ એમ્પલિફાયરની સાથે ડુઅલ સ્પીકર આપવામાં આવ્યા છે.

તેની બેટરી 3,000mAhની છે અને કંપનીનો દાવો છે કે આ ફક્ત 30 મિનિટમાં 50થી વધુ ચાર્જ થઇ જશે.

You might also like