વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવાનો મામલો, રાજ્ય સરકાર મુદ્દતમાં કરી શકે છે વધારો

ગુજરાત રાજ્યમાં વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવાનો આજે છેલ્લો દિવસ છે. રાજ્યમાં હજુ પણ 97 લાખ જેટલા વાહનમાં HSRP નંબર પ્લેટ લગાવવાની બાકી છે.મહત્વનું છે કે છેલ્લા એક માસમાં માત્ર 3 લાખ વાહનમાં જ નંબર પ્લેટ લગાવાઈ છે. જોકે 97 લાખ વાહનમાં નંબર પ્લેટ લગાવવાની બાકી હોવાની રાજ્ય સરકાર મુદ્દતમાં વધારો કરી શકે છે.

જૂના વાહનોમાં જેમણે એચએસઆરપી (હાઇ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ) લગાવી નથી તેવા તમામ વાહનમાલિકો માટે રાહતના સમાચાર આવે તેવુ અનુમાન છે.

ફરી એકવાર સરકારનો વાહન વ્યવહાર વિભાગ જૂના વાહનોમાં એચએસઆરપી લગાવવાની મુદ્દતમાં વધારો કરે તેવી શક્યતા છે. જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં અત્યા સુધીમાં ત્રણ વખત મુદ્દત વધારવામાં આવી છે.

You might also like