રિતિક હવે વર્ષમાં એક કરતાં વધારે ફિલ્મો કરશે

રવિવારે 42 વર્ષના થયેલા બોલિવૂડ સ્ટાર રિતિક રોશને પોતાનો જન્મદિવસ ખુબ જ ધુમધામથી ઉજવ્યો હતો. રિતિકે પોતાના જન્મદિવસની ઉજવણી માત્ર બોલિવૂડ સાથે જ નહીં પરંતુ મીડિયા સાથે પણ કરી હતી.

મીડિયા દ્વારા રિતિકને તેની આગામી ફિલ્મો વિશે પુછાતાં તેણે કહ્યું કે, હવે હું વર્ષમાં એક કરતાં વધારે ફિલ્મો કરવા ઇચ્છુ છું. જેનો અમલ હું આ વર્ષથી જ કરીશ. તેની હાલની ફિલ્મો વિશે જણાવતાં તેણે કહ્યું કહ્યું કે, હાલ તો હું છેલ્લા એક વર્ષથી મોહેંજોદડો ફિલ્મ કરી રહ્યો છું.

રિતિકની પાર્ટીમાં બોલિવૂડની અનેક હસ્તીઓ સામેલ થઇ હતી. જેમાં શાહરૂખ ખાન, રણવીર સિંહ, સુભાષ ઘાઇ, અમીષા પટેલ, કરણ જોહર, શિલ્પા શેટ્ટી તેમજ મિકા સિંહ સહિત અનેક લોકો હાજર રહ્યાં હતા.

You might also like